TMKOC Raj Anadkat Song Video: રાજ અનડકટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પોપ્યુલર પાત્રોમાંથી એક છે. રાજ આ શોમાં ટપ્પૂનું પાત્ર નિભાવી ઘર-ઘર સુધી પહોંચી ગયો છે. ત્યારે આ શો ઉપરાંત રાજ પોતાના કરિયરને વધુ ઉંચાઈઓ સુધી પહોંચાડવાની તૈયારીમાં લાગ્યો છે. તાજેતરમાં બોલીવુડ એક્ટર રણવીર સિંહની સાથે તેની તસવીર સામે આવી હતી. આ વચ્ચે હવે રાજનું એક નવું સોન્ગ સામે આવ્યું છે. જેમાં તે એક્ટ્રેસ કનિકા માન સાથે જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કનિકા માનના પ્રેમમાં પાગલ જોવા મળ્યો રાજ
રાજના આ સોન્ગનું નામ સોરી સોરી છે, જે 3 ઓગસ્ટના રીલિઝ થયું છે. આ સોન્ગમાં તે કનિકા માનના પ્રેમમાં પાલગ જોવા મળી રહ્યો છે અને વીડિયોમાં બંનેની જોડી ઘણી એટ્રેક્ટિવ લાગી રહી છે. ત્યારે હવે રાજ અને કનિકાનું આ સોન્ગ સોશિયલ મીડિયા પર ઘણું છવાયું છે અને લોકો આ સોન્ગ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે. યુટ્યુબ પર અત્યાર સુધીમાં આ વીડિયોને 20 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.


જેઠાલાલનો હંમેશા માટે સાથ છોડશે તેમના પ્રિય મિત્ર, શૈલેષ લોઢા આ કારણથી નારાજ!


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube