નવી દિલ્હી : બોલિવૂડમાં આ વર્ષે દેઓલ પરિવારની ત્રીજી પેઢીનો પ્રતિનિધિ કરણ દેઓલ ફિલ્મ પલ પલ દિલ કે પાસથી એન્ટ્રી લઈ રહ્યો છે. હાલમાં આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે. આ ટીઝર રિલીઝની સાથેસાથે યુ ટ્યૂબ પર ટ્રેન્ડ થવા લાગ્યું છે. આ ટ્રેલરમાં એડવેન્ચર અને એક્શનનો ડોઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ 20 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ટીઝરને યુ ટ્યૂબ પર અનેક લોકો જોઈ ચૂક્યા છે. ટીઝરમાં સનીના દીકરા કરણને જોઈને લોકોને બેતાબનો સની દેઓલ યાદ આવી જશે. કરણ બિલકુલ પિતા સની દેઓલ જેવો લાગે છે. આ ફિલ્મની હિરોઇન સહર બામ્બા પણ બહુ સુંદર લાગી રહી છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...