Loveratri Teaser : નવરાત્રિ વખતે યોજાશે `લવરાત્રિ`નો જલસો
સલમાન ખાનની બહેન અર્પિતાનો પતિ આયુષ શર્મા બોલિવૂડમાં લોન્ચ થવાનો છે
નવી દિલ્હી : સલમાન ખાન બહેન અર્પિતાના પતિ આયુષ શર્માને બોલિવૂડમાં લોન્ચ કરી રહ્યો છે. આયુષની પહેલી ફિલ્મ 'લવરાત્રિ'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનું સૌથી પહેલું પોસ્ટર વેલેન્ટાઇન્સ ડેના દિવસે રિલીઝ કરવામાં આવ્યું હતું અને હવે સલમાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મનું ટીઝ રિલીઝ કર્યું છે.
ભુખ લાગે તો કેમ આવે છે ગુસ્સો? ખુલી ગયું રહસ્ય
આ ફિલ્મ ગુજરાતની પૃષ્ઠભુમિ પર આધારિત છે. આ રોમેન્ટિક ફિલ્મમાં નવરાત્રિ દરમિયાન પાંગરતી લવસ્ટોરી દેખાડવામાં આવી છે. આયુષની પહેલી ફિલ્મમાં તેની હિરોઇન તરીકે વરિના હુસૈન જોવા મળશે.