નવી દિલ્હી : બોલિવૂડમાં પોતાના જબરદસ્ત એક્શન માટે પ્રસિદ્ધ એક્ટર વિદ્યુત જામવાલની આગામી ફિલ્મ 'જંગલી'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝરમાં વિદ્યુત જબરદસ્ત અંદાજમાં એક્શન કરતો નજરે ચડે છે. આ ફિલ્મનું ડિરેક્શન ચક રસલે કર્યું છે. તેઓ આ પહેલાં 'ધ સ્કોર્પિયન કિંગ', 'ધ માસ્ક' અને 'ધ ઇરેઝર' જેવી હોલિવૂડની ફિલ્મોનું ડિરેક્શન કરી ચૂક્યા છે. 'ફોર્સ' તેમજ 'કમાન્ડો' જેવી ફિલ્મોમાં પોતાના એક્શન અને એક્ટિંગની કમાલ દેખાડી ચૂકેલો વિદ્યુત ફિલ્મના ટીઝરમાં હાથીઓના ઝુંડ સાથે મસ્તી કરતો અને પછી દુશ્મનો સાથે લડતો દેખાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકા-નિકના લગ્નની તારીખ ફાઈનલ, આ દિવસે લેશે સાત ફેરા


ફિલ્મ 'જંગલી' એક એડવેન્ચર ફિલ્મ છે. આ ફિલ્મની વાર્તા પ્રમાણે વિદ્યુતને જાનવરો સાથે બહુ પ્રેમ હોય છે અને વાર્તામાં તેનો સાથ એક હાથી આપે છે. આ ફિલ્મ મારફતે જાનવર અને માણસ વચ્ચેનો પ્રેમસંબંધ દર્શાવવામાં આવ્યો છે. તમે પણ જોઈ લો ટીઝર..


B'day Special: ડેથ બાદ રિલીઝ થઇ હતી સ્મિતા પાટિલની આ ફિલ્મ, જાણો તેમની સાથે જોડાયેલા કિસ્સા


આ ફિલ્મ 5 એપ્રિલ, 2019ના દિવસે રિલીઝ થશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...