શ્રીદેવીની બાયોપિકનું ટીઝર રિલીઝ, `આ` હિરોઇન બનશે સુપરસ્ટાર
રવિવારે સાંજે મુંબઈમાં આ ફિલ્મનું ટીઝલ લોન્ચ કરવામાં આવ્યું હતું
મુંબઈ : આંખ મારવાના વીડિયોથી સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયર હવે ટૂંક સમયમાં એક બાયોપિક ફિલ્મમાં જોવા મળશે. આંખોની અદાથી દેશભરમાં પ્રિયાએ અનેક લોકોને દિવાના બનાવ્યા હતા. હાલમાં તે એક હિન્દી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. જેનું નામ ‘શ્રીદેવી બંગલો’ છે. જેમાં પ્રિયા પ્રકાશ શ્રીદેવીનું પાત્ર અદા કરશે. આ ફિલ્મના કેટલાક દ્રશ્યો લંડનમાં શૂટ કરવામાં આવ્યા છે. આ ફિલ્મના ડાયરેક્ટર પ્રશાંત મામ્બુલી છે.
BOX OFFICE પર છવાઈ ઉરી, સટાકામાં કરી કરોડોની કમાણી
રવિવારે સાંજે મુંબઈમાં આ ફિલ્મનું ટીઝલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના ટીઝર પરથી ખ્યાલ આવે છે કે, શ્રીદેવનું નિધન બાથટબમાં થયું હતુ. ફિલ્મમાં પ્રિયા સિવાય અભિનેતા પ્રિયાંશુ ચેટરજી લીડ રોલમાં જોવા મળશે. આ અંગે પ્રિયાએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ શ્રીદેવી પર છે કે નહીં એ તો દર્શકો નક્કી કરશે. પરંતુ, ફિલ્મમાં એક સુપરસ્ટાર છે જેનું નામ શ્રીદેવી છે. આ પાત્ર હું અદા કરું છું. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ ચાર ભાષાઓમાં રિલીઝ થશે. જેમાં મલયાલમ, તામિલ, તેલુગુ અને કન્નડ ભષાનો પણ સમાવેશ થાય છે. પ્રથમ વખત એવું બનશે કે ફિલ્મ એક સાથે ચાર ભાષામાં રિલીઝ થશે.