શું તમે જાણો છો ખરા કે દેશની પહેલી ટીવી સીરિયલ કેવી રીતે બની હતી? આખરે તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીને કેની રીતે આઈડિયા આવ્યો કે ડેઈલી સોપ બનાવવી જોઈએ? આ કહાની ખુબ રસપ્રદ છે. અમે જે સીરિયલની વાત કરીએ છીએ તે છે હમલોગ. જે 40 વર્ષ પહેલા દૂરદર્શન પર પ્રસારિત થયો હતો. શું તમને ખબર છે કે આ સીરિયલના એક કલાકારને 4 લાખ પત્રો મળ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમના આઈડિયા પર બની હતી સીરિયલ
દેશમાં સૌથી પહેલી ટીવી સીરિયલ વર્ષ 1984માં પ્રસારિત થઈ હતી. તે પહેલા કોઈને ખબર પણ નહતી કે આખરે સીરિયલ શું હોય છે કે ડેઈલી સોપ કોને કહે છે. પરંતુ જ્યારે 40 વર્ષ પહેલા દૂરદર્શન પર પહેલી ટીવી સીરિયલ ટેલિકાસ્ટ થઈ તો તેણે બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા. એક એક એપિસોડને  કરોડો લોકો જોતા હતા. આ સીરિયલનું નામ છે હમ લોગ. લોકો આ સીરિયલ પાછળ એટલા પાગલ હતા કે જ્યારે 17 ડિસેમ્બર 1985ના રોજ આ સીરિયલ બંધ થઈ તો તેના વિરોધમાં ભારે પ્રદર્શન થયું હતું. પરંતુ જે સીરિયલ પ્રત્યે આટલી દિવાનગી હતી તેની પાછળની કહાની પણ જાણો છો ખરા? શું તમને ખબર છે કે આ સીરિયલ બનાવવાનો આઈડિયા તે વખતના પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીનો હતો? જાણો રસપ્રદ વાતો


ઈન્દિરા ગાંધીને આવ્યો આઈડિયા
દેશની પહેલી એટલે કે દૂરદર્શનની પહેલી ટીવી સીરિયલ બનાવવાની કહાની ઈન્દિરા ગાંધીના ચોથા કાર્યકાળથી શરૂ થાય છે. જ્યારે તેઓ 1980માં ચોથીવાર સત્તા પર આવ્યા અને પ્રધાનમંત્રી બન્યા. ત્યારે તેમને એહસાસ થઈ ચૂક્યો હતો કે કેટલાક સંવેદનશીલ મુદ્દાઓને સમાજના ખૂણે ખૂણે પહોંચાડવા અને જાગૃતતા ફેલાવવા માટે એક હળવા મજેદાર મીડિયમની જરૂર છે. વર્ષ 1981માં જ્યારે ઈન્દિરા ગાંધી એક સમિટમાં સામેલ થવા માટે મેક્સિકો ગયા તો તેમને ત્યાં ડેઈલી સોપ અને સીરિયલો વિશે ખબર પડી. અહીંથી તેમના મગજમાં ટીવી સીરિયલનો આઈડિયા આવ્યો. 


તેમણે પ્લાન કર્યું કે ફેમિલી પ્લાનિંગ પર ડેઈલી સોપ બનાવવી જોઈએ. આ એક એવી સીરિયલ હશે જે મનોરંજક હોવાની સાથે સાથે લોકોને જાગૃત પણ કરશે. ત્યારબાદ સૂચના અને પ્રસારણ મંત્રાલયના નવા સેક્રેટરી એસએસ ગિલ કામે લાગ્યા. તેમણે એક ટીમ બનાવી અને 1983માં મેક્સિકની ટૂર પર ગયા. તેઓ જોવા માંગતા હતા કે માઈકલ સાબિદો કઈ રીતે ડેઈલી સોપ બનાવે છે. વાત જાણે એમ હતી કે ડેઈલી સોપ તે કોમર્શિયલ સીરિયલો કરતા અલગ હતી જે ત્યારે અમેરિકી ટેલિવિઝન પર પ્રસારિત થતી હતી. તેમાં મનોરંજન સાથે વિકાસ અને જાગૃતતાના પહેલુંને પણ જોડવામાં આવતા હતા. 


લેવાયો આ નિર્ણય
એસએસ ગિલે પાછા આવ્યા બાદ શોભા ડોક્ટર નામના એક પ્રાઈવેટ પ્રોડ્યુસરને બોલાવ્યા અને તેમને એક એવી સીરીઝ બનાવવાનું કહ્યું કે જેમાં કહાનીની સાથે સાથે પરિવાર નિયોજન એટલે કે ફેમિલી પ્લાનિંગ, મહિલાઓની સ્થિતિ અને એ પ્રકારની અન્ય ચીજોનો સંદેશ આપી શકાય. એસએસ ગિલે 25 સ્ક્રિપ્ટ રાઈટર્સ અને પ્રોડ્યુસર્સની સાથે મીટિંગ કરી. નક્કી કરાયું કે જે પણ ડેઈલી સોપ બનાવશે તેને અઠવાડિયામાં પાંચ દિવસ જરૂર ટેલિકાસ્ટ કરાશે જેથી કરીને સરકાર ફેમિલી પ્લાનિંગ, મહિલાઓની જાગૃતતા અને પરિવાર નિયોજન જેવા મુદ્દાઓ પર જે સફળતા ઈચ્છે છે તે મળી શકે. આ રીતે હમલોગ સીરિયલ બની. 


સીરિયલના કલાકારો
એસએસ ગિલ વર્ષ 1984માં ફરી મેક્સિકો ગયા અને ત્યાંથી પાછા ફર્યા બાદ હમલોગ સીરિયલની શરૂઆત થઈ. પહેલો એપિસોડ 7 જુલાઈ 1984ના રોજ પ્રસારિત થયો. આ માટે ચાર લોકોની એક ટીમ બનાવવામાં આવી જેમા ડાયરેક્ટર સતીષ ગર્ગ, અને સ્ક્રિપ્ટ રાઈટર તરીકે પી કુમાર વાસુદેવને સામેલ કરાયા હતા. સીરિયલમાં સીમા ભાર્ગવ, વિનોદ નાગપાલ, સુષમા શેઠ, દિવ્યા શેઠ, અને  અભિનવ ચતુર્વેદી જેવા કલાકારો હતા. 


4 લાખ પત્રો મળ્યા
હમ લોગ સીરિયલ જોત જોતામાં તો છવાઈ ગઈ હતી. આ એટલી સુપરહિટ રહી કે તેને બનાવવામાં જે ખર્ચો આવ્યો તે ઓન એર ટાઈમના સેલથી જ વસૂલ થઈ ગયો. સીરિયલના દરેક એપિસોડમાં છેલ્લે અભિનેતા અશોક કુમાર પણ આવતા હતા જે દર્શકો સાથે વાત કરતા હતા અને કઈક મેસેજ આપતા હતા. 17 મહિના સુધી હમ લોગ સીરિયલ ચાલી અને તેનો ક્રેઝ એટલો હતો કે 40 વર્ષ પહેલા તેને 4 લાખ પત્રો મળ્યા હતા જેમાં લોકોએ પોત પોતાના કિસ્સા અને કહાનીઓ સંભળાવી હતી. આ પત્રો અશોકુમારના નામે આવ્યા હતા. 


શું હતી કહાની
હમ લોગ સીરિયલની કહાની જોઈએ તો તે મીડિલ ક્લાસ વર્ગમાં જોઈન્ટ ફેમિલીના સુખ અને દુખ વિશે હતી. તેમાં તસ્કરી, રાજનીતિક ભ્રષ્ટાચાર, અને અંડરવર્લ્ડ ગતિવિધિઓની કહાનીઓને પણ સામેલ કરવામાં આવી હતી. હમ લોગમાં 13માં એપિસોડ સુધી તો પરિવાર નિયોજનના મુદ્દાને પ્રમુખતાથી રાખવામાં આવ્યો પરંતુ ત્યારબાદ બીજા પણ વિષયો પર ફોકસ કરાયું હતું. એટલે કે મહિલાઓની સ્થિતિ, કોટુંબિક સદભાવ, રાષ્ટ્રીય એક્તા, અને સ્વાસ્થ્ય. 


એક વર્ષની અંદર જ હમલોગની લોકપ્રિયતા એ હદે વધી ગઈ હતી કે જ્યારે 17 ડિસેમ્બર 1985ના રોજ આ સીરિયલ બંધ થઈ તો દર્શકો વિરોધ કરવા લાગ્યા હ તા. દૂરદર્શનની ઓડિયો રિસર્ચ યુનિટ મુજબ હમ લોગના દરેક એપિસોડની વ્યૂઅરશીપ 50 મિલિયન હતી. એટલે કે 40 વર્ષ પહેલા આ સીરિયલના દરેક એપિસોડને 5 કરોડ જેટલા દર્શકો જોતા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube