થિયેટરનો પડદો ગજાવશે શિવસેના સુપ્રીમો, ઠાકરેનું ટ્રેલર રિલીઝ
બોલિવૂડ સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકીને ચમકાવતી મહારાષ્ટ્રના દમદાર નેતા બાળ ઠાકરે તરીકે ચમકાવતી `ઠાકરે` ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઈ ચૂક્યું છે
મુંબઈ : બોલિવૂડ સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકીને ચમકાવતી મહારાષ્ટ્રના દમદાર નેતા બાળ ઠાકરે તરીકે ચમકાવતી 'ઠાકરે' ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઈ ચૂક્યું છે. ફિલ્મમાં નવાઝ શિવસેનાના સુપ્રીમોનો રોલ નિભાવી રહ્યો છે. આ તેમના જીવનના સંઘર્ષની કથા છે જેમાં તેમણે પોલિટિકલ પાર્ટી શિવસેનાનું નિર્માણ કર્યું હતુ. ટ્રેલરમાં બાલ ઠાકરેના જીવનના શરૂઆતના દિવસોથી માંડીને મહારાષ્ટ્રના પોલિટિક્સમાં પગ જમાવવા સુધી અનેક બનાવોની ઝલક છે.
INSIDE Video : બર્થ-ડે પાર્ટીમાં હિરોઇનને બાંહોમાં લઈને સલમાનનો ધમાલ ડાન્સ
આ ફિલ્મની પટકથા શિવસેના રાજ્યસભાના સદસ્ય તથા પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતે લખી છે. રાઉત આ ફિલ્મના સહ-નિર્માતા પણ છે. અન્ય નિર્માતા કાર્નિવલ મોશન પિક્ચર્સ છે. ‘ઠાકરે’ ફિલ્મનું દિગ્દર્શન અભિજીત પનસેએ કર્યું છે. ફિલ્મ આવતી 25 જાન્યુઆરીએ રિલીઝ કરાશે. આ ફિલ્મ મરાઠી અને હિન્દીમાં હશે. બાલ ઠાકરે 2012માં અવસાન પામ્યા હતા. તેઓ મહારાષ્ટ્રના રાજકારણમાં 50 વર્ષ સુધી છવાયેલા રહ્યા હતા. એમણે પોતાની કારકિર્દી કાર્ટૂનિસ્ટ તરીકે કરી હતી પણ પછી રાજકારણમાં છવાઈ ગયો છે.