નવી દિલ્હી: અભિષેક બચ્ચનની ફિલ્મ ધ બિગ બુલ(The Big Bull) રિલીઝ થઈ ગઈ છે. લોકો અભિષેક બચ્ચનના વખાણ પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફિલ્મ વિશે ખુબ ચર્ચાઓ પણ થઈ રહી છે. ફિલ્મ રિલીઝ થતા પહેલા જ અભિષેક બચ્ચને એક મોટો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પોતાની ફિલ્મને તેમણે પરિવારના સભ્યોને દેખાડી હતી પરંતુ ફક્ત પપ્પા અમિતાભ બચ્ચને જ ફિલ્મ જોઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિષેક બચ્ચનની ફિલ્મ પપ્પા અમિતાભને તો ખુબ ગમી અને તેમણે અભિષેકના વખાણ પણ કર્યા. અભિષેક બચ્ચનની પત્ની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને માતા જયા બચ્ચને ફિલ્મ જોવાની ના પાડી દીધી હતી. આમ કરવા પાછળનું કારણ અભિષેકે જણાવ્યું છે. હકીકતમાં ઐશ્વર્યાએ કહ્યું કે તે ફિલ્મ રિલીઝ થયા બાદ જ જોશે. જ્યારે માતા જયાને અભિષેકે અંધવિશ્વાસુ ગણાવ્યા. તેણે કહ્યું કે તે પણ એશ્વર્યાની જેમ જ ફિલ્મ રિલીઝ થયા બાદ જ જુએ છે. 


બોલીવુડ બબલ સાથે વાત કરતા અભિષેકે કહ્યું કે મારી માતા રિલીઝ થયા પહેલા ફિલ્મ જોતી નથી. આ મામલે તે થોડી અંધવિશ્વાસુ છે. ફિલ્મના નિર્માતા અજય દેવગણે મારા પરિવારને આ ફિલ્મ બતાવી છે. પરંતુ મારી માતાએ તેને જોવાની ના પાડી દીધી. તેમણે કહ્યું કે જન્મદિવસની ભેટ તરીકે તે આ ફિલ્મ 9મીએ જ જોશે. મને વિશ્વાસ છે કે તે મને યોગ્ય રિવ્યૂ આપશે. 


અભિષેકે વધુમાં કહ્યું કે પરિવારના બાકીના લોકોએ ફિલ્મ એન્જોય કરી અને તેમને ફિલ્મ ગમી. પપ્પાને ફિલ્મ ગમી. હું પહેલેથી ખુશ છું કારણ કે મારા માટે જે મહત્વ ધરાવે છે તેમને આ ફિલ્મ ગમી છે. આ સાથે જ તેણે કહ્યું કે માતાની જેમ ઐશ્વર્યાએ પણ ફિલ્મ જોઈ નથી. ઐશ્વર્યા પણ ફિલ્મ રિલીઝ થયા બાદ જ જુએ છે. 


આ વિષય પર છે ફિલ્મ
ધ બિગ બુલ સ્ટોકબ્રોકર હર્ષદ મહેતાના જીવન પર આધારિત છે. અભિષેક બચ્ચન ઉપરાંત આ ફિલ્મમાં સોહમ શાહ, નિકિતા દત્તા અને ઈલિયાના ડીક્રૂઝ પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ અજય દેવગણે પ્રોડ્યૂસ કરી છે. આ અગાઉ આ વિષય પર વેબ સિરીઝ પણ બની ચૂકી છે. જેનું નામ સ્કેમ 1992 છે. દર્શકોને આ સિરીઝ ખુબ ગમી હતી. હવે રિલીઝ થયા બાદ ધ બિગ બુલની સરખામણી આ સિરીઝ સાથે પણ થઈ રહી છે.  ફિલ્મ હાલ Disney+HotstarVIP, હોટસ્ટાર પર સ્ટ્રીમિંગ થઈ રહી છે. 


Dance Deewane 3 ના જજ ધર્મેશને પણ થયો કોરોના, માધુરી દીક્ષિતનો પણ આવી ગયો રિપોર્ટ


Janhvi ના જલસાઃ શ્રીદેવીની લાડલી માલદીવમાં મનાવી રહી છે વેકેશન, એવા ફોટા શેયર કર્યા કે બધા જોતા જ રહી ગયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube