Janhvi ના જલસાના જલવાઃ શ્રીદેવીની લાડલી માલદીવમાં મનાવી રહી છે વેકેશન, એવા ફોટા શેયર કર્યા કે બધા જોતા જ રહી ગયા

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોનીકપૂર અને શ્રીદેવીની લાડલી અને અનિલ કપૂરની ભત્રીજી જાહ્નવી કપૂર હવે ધીરધીરે બોલીવુડમાં પોતાનો પગ જમાવી રહી છે. રૂહી Janhvi Kapoor ના કરિઅરની ત્રીજી ફિલ્મ છે. આ પહેલાં તે ધડક અને ગુંજન સક્સેના-ધ કારગિલ ગર્લમાં ફિલ્મમાં કામ કરી ચૂકી છે. જેમાં તેનો કારગિલ ગર્લનો રોલ ખુબ વખણાયો હતો. દર્શકોએ તેના અભિનયના ભરપેટ વખાણ કર્યા હતાં. જોકે, હાલ જાહ્વવી માલદિવમાં વેકેશનની મજા માણી રહી છે. પણ ઈંસ્ટાગ્રામ પર તેણે શેયર કરેલી સેક્સી તસવીરોએ હાલ સોશલ મીડિયા પર ગરમી વધારી દીધી છે.

માલદીવના માદક વાતાવરણમાં જાહ્નવીની માદક અદાઓ

1/5
image

બોનીકપૂર અને શ્રીદેવીની લાડલી જાહ્નવી કપૂર હાલ ખુબ ચર્ચામાં છે. માલદીવમાં વેકેશન મનાવી રહેલી જાહ્નવીએ પોતાની કેટલીક હોટ તસવીરો ઈંસ્ટાગ્રામ પર શેયર કરતાની સાથે જ રાતો રાત લાખો ફેન્સ તેના દીવાના થઈ ગયા છે. સોશલ મીડિયા પર જાહ્નવીને સેક્સી તસવીરોએ ધૂમ મચાવી દીધી છે.

(ફોટો સૌઃ સાભાર જાહ્વવી કપૂર ઈંસ્ટાગ્રામ)

 

જાહ્નવી કરી રહી છે જલસા

2/5
image

Janhvi Kapoor હાલ માલદિવમાં વેકેશન મનાવી રહી છે. ઈંસ્ટાગ્રામ પર તેણે શેયર કરેલી તસવીરોમાં જોઈ શકાય છેકે, હાલ જાહ્નવી કેવા જલસા કરી રહી છે.

(ફોટો સૌઃ સાભાર જાહ્વવી કપૂર ઈંસ્ટાગ્રામ)

જાહ્નવીનો નો મેકઅપ લૂક

3/5
image

Janhvi Kapoor હાલ વેકેશન મનાવી રહી છે. તેણે ઈંસ્ટાગ્રામ પર પોતાના વેકેશન ટૂરની હોટ તસવીરો પોસ્ટ કરતાની સાથે જ ગરમીનો વારો વધી ગયો છે. મેકઅપ વિના પણ તે ખુબ જ સુંદર લાગી રહી છે.

(ફોટો સૌઃ સાભાર જાહ્વવી કપૂર ઈંસ્ટાગ્રામ)

ઈંદ્રધનુષી રંગો વચ્ચે જોવા મળી જાહ્વવી

4/5
image

Janhvi Kapoor એ આ ફોટો શેર કરીને કૈપ્શનમાં લખ્યું કે, `Iridescence` એટલેકે, સતરંગીપણું. સ્વિમશૂટમાં દરિયાની નજીક ઈંદ્રધનુષી રંગો સાથે જાહ્નવીના જલવા જોવા જેવા છે.

(ફોટો સૌઃ સાભાર જાહ્વવી કપૂર ઈંસ્ટાગ્રામ)

છેલ્લે આ ફિલ્મમાં જોવા મળી હતી શ્રીદેવીની લાડલી

5/5
image

છેલ્લે જાહ્નવી કપૂર રૂહી ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ હોરર કોમેડી ડ્રામા હતી. જેમાં જાહ્નવી રાજકુમાર રાવ સાથે લીડ રોલમાં જોવા મળી હતી. જોકે, કોવિડના વધતા સંક્રમણને કારણે આ ફિલ્મને બોક્સ ઓફિસ પર જોઈએ એવી સફળતા મળી શકી નહોંતી. પણ દર્શકોએ જાહ્વવીના કામના વખાણ કર્યા હતાં.

(ફોટો સૌઃ સાભાર જાહ્વવી કપૂર ઈંસ્ટાગ્રામ)