ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલિવુડમાં જગ્યા બનાવવી એટલી સરળ હોતી નથી. અને આ વાત કોઈ અભિનેતાએ માત્ર જણાવી જ નથી પરંતુ અનેક અભિનેતાએ તેને સાબિત કરી બતાવી છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આવા જ કેટલાંક અભિનેતાઓ વિશે. જેમણે સ્ટાર કિડ્સ હોવા અને કેટલીક સારી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હોવા છતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નિષ્ફળતા મેળવી અને પછી મોટા પરદા પરથી વિદાય લઈ લીધી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


વિવાન શાહ:
બોલિવુડના શાનદાર અભિનેતાઓમાંથી એક એવા નસીરુદ્દીન શાહના નાના પુત્ર વિવાને પોતાની કારકિર્દીની શરૂઆત પ્રિયંકા ચોપરાની સાથે ફિલ્મ સાત ખૂન માફથી કરી હતી. તેના પછી તેણે શાહરૂખખાન સ્ટારર ફિલ્મ હેપ્પી ન્યૂ યરમાં કામ કર્યું. બે મોટા સ્ટાર્સની સાથે કામ કરવા છતાં વિવાનની કારકિર્દીને કોઈ ફાયદો થયો નહીં. તેના પછી તેણે બોમ્બે વેલવેટ અને લાલી કી શાદી મેં લડ્ડૂ દીવાના જેવી ફ્લોપ ફિલ્મો આપી. વિવાનને હાલમાં જ મીરા નાયરની નેટફ્લિક્સ શો અ સૂટેબલ બોયમાં જોવામાં આવ્યો હતો.



અધ્યય સુમન:
શેખર સુમન ભલે બોલિવુડનું મોટું નામ ન હોય પરંતુ ટીવી ઈન્ડસ્ટ્રીમાં તેમનું મોટું નામ રહ્યું છે. જોકે તેમના પુત્ર અધ્યયન સુમન એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવી શક્યો નથી. ફિલ્મ હાલ-એ-દિલથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારા અધ્યયને પોતાની કારકિર્દીમાં એકપણ હિટ ફિલ્મ આપી નથી. કેટલીક ફિલ્મો કરવા અને તે ફ્લોપ ગયા પછી અધ્યયન પરદા પરથી ગાયબ થઈ ગયો. પરંતુ તેણે કંગના રનૌત સાથે પોતાના સંબંધ અને બ્રેકઅપના કારણે ચર્ચા મેળવી હતી.



ઈશા દેઓલ:
હેમા માલિની અને ધર્મેન્દ્રની પુત્રી ઈશા દેઓલે પોતાની કારકિર્દીની શરૂઆત કોઈ મેરે દિલ સે પૂછે નામની ફિલ્મથી કરી હતી. જોકે તેને ઓળખ ફિલ્મ ધૂમના આઈટમ નંબરથી મળી. પોતાની કારકિર્દીમાં અનેક ફ્લોપ ફિલ્મ આપી અને કંઈ કમાલ ન કરી શકતા ઈશાએ ફિલ્મી દુનિયાને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હતો. હવે ઈશા દેઓલ લગ્નજીવનને એન્જોય કરી રહી છે. તે બે દીકરીઓના માતા બની ગઈ છે. સાથે જ તે લેખિકા બની ગઈ છે. તણે અમ્મા મિયા નામની એક પેરેન્ટિંગ બૂક લખી છે.



ફરદીન ખાન:
ફરદીન બોલિવુડના કેટલાક ગુડ લુકિંગ અભિનેતામાંથી એક માનવામાં આવતો હતો. ફરદીનના પિતા અને અભિનેતા ફિરોઝ ખાને તેને ફિલ્મ પ્રેમ અગનથી ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ કર્યો હતો. 90ના દાયકામાં પ્રેમ અગન લોકોને ઘણી પસંદ આવી હતી અને ફરદીનને બેસ્ટ ડેબ્યૂનો ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો હતો. જોકે કેટલીક સારી ફિલ્મો પછી ફરદીનની કારકિર્દી ઠપ્પ થઈ ગઈ. તેણે એક પછી એક ફ્લોપ ફિલ્મો આપી અને પછી પરદા પરથી ગાયબ થઈ ગયો.



તનીષા મુખર્જી:
તનુજાની પુત્રી અને કાજોલની બહેન તનીષા મુખર્જીએ પણ પોતાની કારકિર્દીમાં હિટ ફિલ્મોનો સમય જોયો નથી. તનીષાની ફિલ્મ નીલ અને નિક્કીની ચર્ચા ચારેબાજુએ થઈ હતી. તેની સાથે જ ઉદય ચોપરા સંગ તેની દોસ્તીના સમાચાર પણ સામે આવ્યા હતા. જોકે તનીષાની કારકિર્દીમાં તેનાથી કોઈ ફેર પડ્યો નહીં. તેણે બિગ બોસ-7માં ભાગ લઈને અરમાન કોલી સાથે પોતાના સંબંધના કારણે ચોક્કસ ચર્ચા મેળવી હતી. પરંતુ તેના પછી તેનો કોઈ નવો પ્રોજેક્ટ આવ્યો નથી. તે મોટા પરદા પરથી ઘણા સમયથી દૂર છે.



હરમન બાવેજા:
હરમન બોલિવુડના જાણીતા ડાયરેક્ટર હેરી બાવેજા અને પ્રોડ્યુસર પમ્મી બાવેજાનો પુત્ર છે. તેણે સાઈ-ફાઈ ફિલ્મ લવ સ્ટોરી 2050થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે પ્રિયંકા ચોપરા હતી. ફિલ્મની ચર્ચા ચારેબાજુએ હતી અને હરમનના લુક્સની સરખામણી ઋત્વિક રોશન સાથે કરવામાં આવતી હતી. જોકે તમામ ચર્ચાઓ પછી જ્યારે ફિલ્મ રિલીઝ થઈ તો તે ફ્લોપ થઈ ગઈ. તેના પછી હરમાનના હાથમાં કેટલીક ફિલ્મો આવી પરંતુ તે ફ્લોપ સાબિત થઈ. હરમન પ્રિયંકા ચોપરા અને બિપાશા બાસુ સાથે અફેરને લઈને ચર્ચામાં રહ્યો. જોકે સંબંધ ખતમ થયા પછી તે ગુમનામીની દુનિયામાં જીવવા લાગ્યો.



જેકી ભગનાની:
જાણીતા પ્રોડ્યુસર વાસુ ભગનાની પુત્ર જેકીએ પણ ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. પરંતુ તેની કારકિર્દી પણ ફ્લોપ રહી. જેકીએ કલ કિસને દેખા નામની ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ. જેના માટે તેને બેસ્ટ ડેબ્યુનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તેના પછી તેણે રેમો ડિસૂઝાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ફાલતુ કરી હતી. જે ફ્લોપ રહી. જેકીએ તેના પછી કેટલીક બીજી ફિલ્મો કરી. પરંતુ તેની કારકિર્દી ક્યારેય સ્પીડ પકડી શકી નહીં. હવે જેકી ભગનાની પિતાની સાથે ફિલ્મોને પ્રોડ્યુસ કરે છે. વરુણ ધવન અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ કુલી નંબર 1ને જેકીએ જ પ્રોડ્યુસ કરી છે.



મહાક્ષય ચક્રવર્તી:
ડિસ્કો ડાન્સર અને સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષય ઉર્ફે મીમોનું બોલિવુડ કરિયર પણ ફ્લોપ રહ્યું. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત 2008માં આવેલી ફિલ્મ જિમ્મીથી કરી હતી. તેના પછી તેણે ફિલ્મ 1920માં અભિનય કર્યો. જોકે મીમો તે સ્ટાર કિડ્સમાંથી છે. જેની કારકિર્દી ક્યારેય ઉપર આવી જ નહીં. તેણે શરૂઆતમાં જ ફ્લોપ ફિલ્મો આપી અને પછી પરદા પરથી ગાયબ થઈ ગયો. મીમોમે પિતા મિથુન સાથે Enemmy કરી હતી. અને અફસોસ સાથે તે ફ્લોપ રહી હતી.



ઉદય ચોપરા:
રોમાંસ કિંગ યશ ચોપરાનો પુત્ર અને આદિત્ય ચોપરાના નાના ભાઈ ઉદય ચોપરાનું નસીબ પણ ફિલ્મોમાં મામલામાં ખરાબ રહ્યું છે. ઉદય ચોપરા ભલે આજે યથશ રાજ પ્રોડક્શનનો મોટો ભાગ હોય પરંતુ તેની બોલિવુડ કારકિર્દી ઘણી ખરાબ રહી છે. ફિલ્મ મોહબ્બતેથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારા ઉદય ચોપરાએ અનેક ફ્લોપ ફિલ્મો આપી છે. તેના પછી તેણે ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું.



રિયા સેન:
સુચિત્રા સેનની પૌત્રી અને મુનમુન સેનની પુત્રી. રાઈમા સેનની બહેન રિયા સેનને તેની કારકિર્દીમાં કંઈ ખાસ સફળતા મળી નહીં.  રિયાની નાની, માતા અને બહેને પોતાની કારકિર્દીમાં ઘણું સારું કામ કર્યું. જોકે રિયા સેનની ફિલ્મોને ક્યારેય યાદ કરવામાં આવતી નથી. એક વસ્તુના કારણે તેને ઓળખ મળી હતી.  અને તે હતું અશ્મિત પટેલ સાથે તેનું MMS સ્કેન્ડલ. જોકે સમયની સાથે લોકો તેને ભૂલી ગયા. રિયાએ એકતા કપૂરના શો રાગિની MMS 2.0 સાથે વાપસી કરી હતી. પરંતુ અફસોસ કે તે કંઈ કમાલ કરી શકી નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube