નવી દિલ્હી: સુપરસ્ટાર રજનીકાંતની નવી ફિલ્મ 'દરબાર'નો ફર્સ્ટ લુક રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. ફિલ્મનું પહેલું પોસ્ટર જોઇને એવું લાગે છે કે આ ફિલ્મમાં રજનીકાંત એક પોલીસવાળાના રોલમાં છે. સમાચારોનું માનીએ તો ગઇકાલે (બુધવાર)થી ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં શરૂ થઇ જશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ફિલ્મ 2020માં પોંગલના અવસર પર રિલીઝ કરવામાં આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એઆર મુરૂગદાસ કરી શકે છે નિર્દેશન
આ ફિલ્મનું નિર્દેશન એઆર મુરૂગદાસ, જ્યારે સંગીત નિર્દેશન 'કોલાવેરી' ફેમ અનિરૂદ્ધ રવિચંદર છે. તો બીજી તરફ તમિળ ઇંડસ્ટ્રીમાં 'લેડી સુપરસ્ટાર' ગણાતી નયનતારા આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસના રૂપમાં જોવા મળશે. તમને જણાવી દઇએ કે આ ફિલ્મ મુરૂગદાસની સાથે રજનીકાંતની પ્રથમ ફિલ્મ હશે અને આ ફિલમના દ્વારા 11 વર્ષ બાદ રજનીકાંત અને નયનતારાની જોડી મોટા પડદા પર વાપસી કરશે. આ જોડી છેલ્લે ચંદ્વમુખી અને શિવાજી જેવીમાં જોવા મળી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે ચાર દાયકાથી પણ વધુ સમયથી દર્શકોના દિલ પર રાજ કરનાર રજનીકાંતે દરેક રોલ સાથે જ પોતાને વધુ સારો બનાવવાનો પ્રયત્ન કર્યો છે, જેનું લેટેસ્ટ ઉદાહરણ ફિલ્મ '2.0' છે. રજનીકાંતની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. તો બીજી તરફ રજનીકાંતની છેલ્લી ફિલ્મ 'પેટ્ટા' પણ બોક્સ ઓફિસ પર ઠીક રહી છે.