The Great Indian Kapil Show: છેલ્લા ઘણા સમયથી કપિલ શર્મા તેના નવા શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોને લઈને ચર્ચામાં છે. આ વખતે કપિલ શર્મા તેની ટીમ સાથે નેટફ્લિક્સ પર જોવા મળશે. આ શોનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ શોમાં વર્ષોનો વિવાદ ભૂલીને ફરી એક વખત કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર એક સાથે જોવા મળશે. સુનિલ ગ્રોવર ફરી એક વખત ગુત્થીના પાત્રમાં જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Do Aur Do Pyaar ફિલ્મમાં ફરી જોવા મળશે વિદ્યા બાલનનો બોલ્ડ અવતાર, જુઓ Teaser


ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોના ટ્રેલર સાથે એ વાતનો ખુલાસો પણ થઈ ગયો કે આ શોના પહેલા ગેસ્ટ રણવીર કપૂર, નીતુ સિંહ અને તેની રિદ્ધિમા બનશે. આ સિવાય આ શોમાં આમિર ખાન, પંજાબી સિંગર દિલજીત દોસાંજ, રોહિત શર્મા સહિતના સ્ટાર પણ ગેસ્ટ તરીકે જોવા મળશે. આ વખતે કપિલ શર્માના શોનું ગેસ્ટ લિસ્ટ લાંબુ છે. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Netflix India (@netflix_in)


શોના પહેલા એપિસોડમાં પહેલી વખત રણબીર કપૂર, નીતુ સિંહ અને તેની બહેન સાથે જોવા મળશે. પહેલા એપિસોડમાં નીતુ સિંહ રણવીર કપૂર અંગે કેટલાક ચોંકાવનારા સિક્રેટ લોકોની સામે જાહેર કરી દેશે. કપિલ શર્મા શોની આ ક્લિપ ઝડપથી વાઇરલ થઈ રહી છે. 


આ પણ વાંચો: થિયેટરમાં નથી જોઈ શક્યા Fighter ફિલ્મ? તો હવે આ OTT પ્લેટફોર્મ પર ઘરે બેઠા જોઈ લો..


જણાવી દઈએ કે કપિલ શર્માનો આ શો 30 માર્ચથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. જેનો નવો એપિસોડ દર શનિવારે સ્ટ્રીમ કરવામાં આવશે. આ વખતે કપિલ શર્મા શોમાં સુનિલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, રાજીવ ઠાકુર અને અર્ચના પુરણ સિંહ લોકોને હસાવવા માટે તૈયાર છે.