નવી દિલ્હીઃ The Kapil Sharma Show: પોતાની કોમેડિથી દર્શકોના દિલ પર રાજ કરનાર ધ કપિલ શર્મા શો થોડા સમય માટે ઓફ થવા જઈ રહ્યો છે. કપિલ શર્મા શોની શરૂઆત બાદથી કેટલાક સમયનો સીઝનલ બ્રેક થતો રહ્યો છે. આ વચ્ચે તે સિઝનમાં થોડા સમય  માટે બ્રેક લેવા જઈ રહ્યો છે. આ ટેમ્પરરી બ્રેક હશે. આ દરમિયાન કોમેડિયન પોતાની ફેમેલીની સાથે સમય પસાર કરશે. સાથે શોના મેકર્સને પણ શો સાથે જોડાયેલા ફેરફાર કરવાની તક મળી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનમાં આવશે લાસ્ટ એપિસોડ
ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર તેનો લાસ્ટ એસિપોડ જૂનમાં આવશે. હાલમાં શોમાં પહોંચેલા સલમાન ખાને પણ ખુબ ચર્ચા મેળવી હતી. 


કાસ્ટમાં થશે ફેરફાર
ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર શો સાથે જોડાયેલા સૂત્રએ જણાવ્યું- સીઝનમાં બ્રેક લઈને અમે શો માટે કામ કરીશું. આ દરમિયાન અમે કલાકારો અને કન્ટેન્ટમાં ફેરફાર કરવાની તક મળશે. સાથે કોમેડી કરવી ખુબ મુશ્કેલ છે. એક્ટર્સે બ્રેક લેવાની જરૂર હોય છે. દરેક ફ્રેશ થઈને પરત આવી શકે છે અને અમે આગામી સીઝન અલગ પ્રકારથી અને નવા કલાકારો સાથે પ્રયોગ શરૂ કરીશું. 


આ પણ વાંચોઃ દિશા પટણીની નવી તસવીરોએ મચાવ્યો હંગામો, વિચિત્ર પોઝ જોઈને ફેન્સ મૂંઝાયા


દેશની બહાર જશે કપિલ શર્મા
સૂત્રો અનુસાર કપિલ શર્માએ કેટલીક આંતરરાષ્ટ્રીય ટૂર પર પણ જવાનું છે. તે માટે પણ બ્રેકની જરૂર છે. સાથે શોની ટીમ કેટલાક એપિસોડ પહેલા શૂટ કરીને રાખશે જેથી ફેન્સ આ શોને વધુ મિસ ન કરે. પરંતુ આ બ્રેક કેટલા સમયનો હશે તે નક્કી નથી. 


પહેલાં પણ લઈ ચુક્યો છે બ્રેક
આ પહેલાં પણ શોમાં સીઝનલ બ્રેક થઈ ચુક્યો છે. 2021 અને 2022માં બ્રેક લેવામાં આવ્યો હતો. ત્યારબાદ કપિલ શર્માએ શો નવા કાસ્ટ અને ક્રૂની સાથે શરૂ કર્યો હતો. જેમાં કૃષ્ણા અભિષેકની એન્ટ્રી થઈ હતી. પરંતુ બાદમાં કૃષ્ણા આ શો સાથે ફરી જોડાયો નહીં. તેનું કહેવું હતું કે ચેનલની સાથે કોન્ટ્રાક્ટને લઈને કેટલીક પરેશાની હતી. 


આ પણ વાંચોઃ ટીવીની નાગિન ખરાબ રીતે ફસાઈ! ફિલ્મની સ્ક્રીનિંગમાં Oops Momentનો શિકાર બની


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube