બોક્સ ઓફિસ પર The Kerala Storyની જોરદાર કમાણી, માત્ર 15 દિવસમાં 200 કરોડ ક્લબ નજીક પહોંચી ફિલ્મ
The Kerala Story Box Office: `ધ કેરલા સ્ટોરી` બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવી રહી છે. ઘણા વિવાદોમાં ફસાયેલી હોવા છતાં, ફિલ્મે 15 દિવસમાં શાનદાર કલેક્શન કર્યું છે.
The Kerala Story Box Office Day 15: 'The Kerala Story'એ આ વર્ષની સુપરહિટ ફિલ્મોમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ફિલ્મ રિલીઝ થયાને 15 દિવસ વીતી ગયા છે. જો કે, થિયેટરોમાં ફિલ્મ જોનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો નથી. અઠવાડિયાના દિવસોમાં પણ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. થોડા જ દિવસોમાં ફિલ્મે 150 કરોડનો આંકડો પાર કરી લીધો છે. તે જ સમયે, ફિલ્મ 200 કરોડના ક્લબમાં સામેલ થવા માટે ઝડપથી આગળ વધી રહી છે.
15મા દિવસે આટલું બધું કલેક્શન
અદા શર્મા, યોગિતા બિહાની, સોનિયા બાલાની અને સિદ્ધિ ઇદનાની સ્ટારર ફિલ્મે 14 દિવસમાં 171.72 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. બીજી તરફ 15માં દિવસે ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો શુક્રવારે ફિલ્મે 6 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ રીતે ફિલ્મનું ડોમેસ્ટિક બોક્સ ઓફિસ કલેક્શન 177.72 કરોડ થઈ ગયું છે. હવે આ ફિલ્મ ધીમે ધીમે 200 કરોડના ક્લબની નજીક પહોંચી રહી છે.
આ પણ વાંચો:
Bade Achhe Lagte Hain 3 આ દિવસથી થશે શરૂ, સિરિયલનો નવો પ્રોમો થયો રિલીઝ
Ertiga-Innova ભૂલી જશો! માર્કેટમાં ધમાલ મચાવા આવી રહી છે નવી ત્રણ 7 સીટર કાર
WTC Final પહેલા ટીમ ઈન્ડિયાને ICCનો મોટો ફટકો! ફાઈનલ મેચ પહેલા એક મોટો ફેરફાર
'ધ કેરલા સ્ટોરી' પર કેમ છે વિવાદ?
'ધ કેરલા સ્ટોરી' ફિલ્મની સ્ટોરી 3 છોકરીઓ પર આધારિત છે, જેનું બ્રેઈનવોશ કરીને ધર્મપરિવર્તન કરવામાં આવે છે અને પછી આતંકવાદી સંગઠન ISISમાં જોડાવા માટે મજબૂર કરવામાં આવે છે. ફિલ્મની આ સ્ટોરીને લઈને શરૂઆતથી જ વિરોધ થઈ રહ્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ ફિલ્મ દ્વારા લઘુમતી સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.
ફિલ્મ 300 કરોડના આંકડાને સ્પર્શી શકે છે.
આ ફિલ્મ જે રીતે આગળ વધી રહી છે તે જોતા એમ કહેવું ખોટું નહીં હોય કે આ ફિલ્મ 300 કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે. તે જ સમયે, આ ફિલ્મ થોડા સમય પહેલા રિલીઝ થયેલી પીએસ-2ને ટક્કર આપી રહી છે. આ ફિલ્મે માત્ર 10 દિવસમાં 150 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. જો કે, ધ કેરલા સ્ટોરી રિલીઝ થયા બાદ ફિલ્મના કલેક્શન પર નોંધપાત્ર અસર જોવા મળી રહી છે.
આ પણ વાંચો
Diabetes Control Tips: બ્રાઉન, કાળા કે સફેદ.. ડાયાબિટીસના દર્દીઓએ કયા ચોખા ખાવા જોઈએ
Car Driving Tips: ડ્રાઇવિંગ શીખતાં પહેલાં કારની ABCD જરૂર શીખી લેજો, ફાયદામાં રહેશો
Virat Kohli એ શતકથી બનાવ્યો IPL ઈતિહાસનો સૌથી મોટો રેકોર્ડ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtub