Sidharth Kiara Wedding: સિદ્ધાર્થ મલ્હોત્રા અને ઇયારા અડવાણી રાજસ્થાનના જેસલમેરમાં આવેલા સૂર્યગઢ હોટલમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. બંને પહેલાથી સ્ટેપ પહોંચી ગયા છે અને હવે મહેમાનો પણ ત્યાં પહોંચી ચૂક્યા છે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નના કાર્યક્રમમાં પણ જોરશોર થી શરૂ થઈ ગયા છે. સિદ્ધાર્થ અને કિયારા પહેલા કેટરીના અને વિકી કૌશલ, પ્રિયંકા ચોપડા અને નીક જોનસ રાજસ્થાનમાં જ લગ્ન કરી ચૂક્યા છે. હવે શેરશાહ ફિલ્મના કલાકારોએ પણ રાજસ્થાનને જ લગ્ન માટે પસંદ કર્યું છે. જેસલમેર ના સૂર્યગઢ હોટલમાં બંનેના લગ્ન ધામધૂમથી થવાના છે પરંતુ શું તમે જાણો છો કે સૂર્યગઢ હોટલમાં એક રૂમનું ભાડું કેટલું છે ? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કીયારા અડવાણી ના લગ્ન પહેલા હલ્દી, મહેંદી અને સંગીત સેરેમની યોજાશે. ત્યાર પછી બંને ધામધૂમથી લગ્ન કરશે. જેસલમેરની આ હોટેલ બોલીવુડના વધુ એક કપલ ના લગ્નની સાક્ષી બનશે. ક્યારા અને સિદ્ધાર્થ એકબીજાને છેલ્લા કેટલાક વર્ષોથી ડેટ કરી રહ્યા હતા અને હવે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેએ લગ્ન માટે સૂર્યગઢ પેલેસને પસંદ કર્યો છે જે દેશના ટોપ 15 વેડીંગ ડેસ્ટિનેશનમાંથી એક છે. અહીં બંને સાત ફેબ્રુઆરીએ લગ્ન કરશે. 


જેસલમેરની સૂર્યગઢ હોટેલ શહેર થી સોળ કિલોમીટર દૂર આવેલી છે. આ હોટેલ ને જયપુરના એક ઉદ્યોગપતિ ડિસેમ્બર 2010 માં બનાવી હતી. હોટેલ 65 એકરના ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. તેનું નિર્માણ પીળા પથ્થરથી કરવામાં આવ્યું છે. આ હોટલ દુનિયાભરમાં ડેસ્ટિનેશન વેડિંગ માટે ખૂબ જ પ્રખ્યાત છે. 


આ પણ વાંચો : 


કિયારા અડવાણીએ પહેરી હતી આટલી મોંઘી શાલ, કિંમત જાણીને ચોંકી જશો


કિયારા-સિદ્ધાર્થના લગ્ન સ્થળના Inside Photos થઈ ગયા લીક, સૂર્યગઢ હોટલની જ કેમ પસંદગી


હોટેલનું લોકેશન એટલું શાનદાર છે કે તે કોઈ પણ લગ્નને ખાસ અને પરફેક્ટ બનાવી શકે છે. અહીં શાદીના ફંકશન માટે અલગ અલગ ફ્લોર તૈયાર કરવામાં આવ્યા છે. અહીંનું ઇન્ટિરિયર પણ મહેમાનોને પસંદ આવે તેવું તૈયાર કરવામાં આવ્યું છે. આ હોટલમાં બાબરી નામની એક જગ્યા છે જેને ખાસ લગ્ન માટે જ તૈયાર કરવામાં આવી છે. અહીં લગ્ન માટે મંડપ બનાવવામાં આવ્યો છે આ મંડપની અંદર જ સિદ્ધાર્થ અને કિયારા ફેરા ફરશે.


ડેફીનેશન વેડિંગ માટે એપ્રિલથી સપ્ટેમ્બર મહિનામાં અહીં આલ્કોહોલ વિના એક દિવસનો ખર્ચ એક કરોડ વીસ લાખ રૂપિયા જેટલો થાય છે. જ્યારે ટુરિસ્ટ સીઝનમાં બુકિંગ માટે ઓક્ટોબરથી માર્ચ મહિના સુધીમાં રોજ બે કરોડ રૂપિયા ચાર્જ કરવામાં આવે છે.  આ હોટલમાં 83 રૂમ છે. આ હોટલમાં એક સૌથી મોટું ગાર્ડન છે જે સંગીત, હલ્દી અને મહેંદી માટે બેસ્ટ ઓપ્શન છે. અહીં ડિનર માટે પ્રતિ વ્યક્તિ 15 હજાર રૂપિયા નો ચાર્જ કરવામાં આવે છે.


હોટલના રૂમનું ભાડું છે આટલું


ફોર્ટ રૂમ : આ એક રૂમ 250 વર્ગ ફીટમાં ફેલાયેલો છે અને અહીં એક દિવસનું ભાડું ₹20,000 છે સાથે જ ટેક્સ અલગથી આપવો પડે છે. 


હેરિટેજ રૂમ : આ રૂમ ફોરેસ્ટ રૂમ જેટલો જ મોટો છે અને અહીં એક દિવસનું ભાડું 25 થી 30 હજાર રૂપિયા હોય છે. 


મંડપ કક્ષ : આ રૂમ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે અને તેમાં બધી જ આધુનિક સુવિધા ઉપલબ્ધ છે આ રૂમનું ભાડું પણ 20 થી 25 હજાર રૂપિયા છે.