પહેલી વખત જોવા મળશે `રોશન પરિવાર`ની કહાની... અહીં જોવા મળશે ઋતિક રોશનના પરિવારની ડોક્યુમેન્ટ્રી
The Roshans: રોશન પરિવારને જાણવાનો મોકો મળી રહ્યો છે. નેટફ્લિક્સ પર ઋતિક રોશનની પરિવાર પર ડોક્યુ સિરીઝ બની રહી છે. જેમાં રોશન પરિવારની પેઢીઓ વિશે બતાવવામાં આવશે. તેમજ હિન્દી સિનેમામાં તેમનું યોગદાન વિશે પણ રિવીલ થશે.
The Roshans: તાજેતરમાં દર્શકોએ સલીમ-જાવેદ પર બનેલી સિરીઝ જોઈ તો આ પહલા યશ ચોપડાની જર્નીને બતાવતી 'ધ રોમાંટિક્સ' સિરીઝ પણ આવી હતી. જેમાં દિગ્ગજોની કહાની તેમના પરિવાર, મિત્રો અને ફિલ્મ જગતના સેલેબ્સ દ્વારા સાંભળવા મળી. હવે પહેલી વખત રોશન પરિવાર પર પણ વેબ સિરીઝ આવી રહી છે. જેમાં રોશન ફેમિલીનું હિન્દી સિનેમામાં યોગદાન બતાવવામાં આવશે. આ એક ડોક્યૂ-સિરીઝ હશે. જેમાં રોશલ લાલ, રાજેસ રોશન અને રાકેશ રોશનથી લઈ ઋતિક રોશનની જર્ની બતાવવામાં આવશે.
રોશન પરિવારની ડોક્યૂ સિરીઝને નેટફ્લિક્સ લઈને આવી રહ્યું છે. આ સિરીઝમાં પરિવારની અંગત જીંદગીથી લઈ બોલીવુડમાં આપેલ યોગદાન વિશે વિગતવાર બતાવવામાં આવશે. જ્યારે ઘણા સેલેબ્સના ઈન્ટરવ્યુ જોવા મળશે, તો રાકેશ રોશનથી લઈને રાજેશ રોશન સુધીના પરિવારના ન જોયેલા પાસાઓ પણ બતાવવામાં આવશે.
ફેન્સ માટે ખરાબ સમાચાર, કોમેડિયન સુનિલ પાલ ઘણા કલાકોથી ગુમ,પત્નીએ નોંધાવી ફરિયાદ
ધ રોશન્સઃ ડોક્યૂ સિરીઝ
બુધવારે નેટફ્લિક્સે આ સિરીઝને લઈ એક પોસ્ટર પણ શેર કર્યું છે. જેમાં તેમણે લખ્યું હતું કે, 'ખૂબ જ સારું લાગી રહ્યું છે કે એવા પરિવારની સફર બતાવવાની તક મળી જેમણે મ્યૂઝિક, મેજિક અને હિન્દી સિનેમામાં યાદગાર પળો આપી. આ પારિવારનો વારસો અને પ્રેમ છે. જુઓ The Roshans. ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર.'
શશિ રંજન કરશે ડાયરેક્ટ
રોશન પરિવાર પણ તેમની કહાનીને આ રીતે કહેવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેમની કહાનીને કહેવા માટે તેમણે OTT પ્લેટફોર્મ Netflix પસંદ કર્યું છે. મળતી માહિતી અનુસાર શશિ રંજન તેને ડાયરેક્ટ કરશે. જ્યારે રાકેશ રોશન કો-પ્રોડ્યુસ કરશે.
આ સિરીઝમાં કોણ જોવા મળી શકે છે
કેટલાક રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે, શાહરૂખ ખાન, પ્રિયંકા ચોપરા, શામ કૌશલ સહિત ઘણા સ્ટાર્સ તેમના વિચારો વ્યક્ત કરતા જોવા મળી શકે છે. જેમણે રોશન પરિવાર સાથે કામ કર્યું છે અને તેમને નજીકથી ઓળખે છે. જો કે, મેકર્સે હજુ સુધી ડોક્યૂ સિરીઝની રિલીઝ ડેટ જાહેર કરી નથી.