મંત્રીની વહુ અને ફેમસ ટીવી એક્ટ્રેસ કોરોનાનો શિકાર થઈ, આખા પરિવારને કોરોના નીકળ્યો
ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં પોતાના પાત્રથી ઘર-ઘરમાં ઓળખ બનાવી ચૂકેલ એક્ટ્રેસ મોહિના કુમારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મોહિનાની સાથે સાથે તેમનો આખો પરિવાર પણ કોરોનાનો શિકાર થઈ ગયો છે. મોહિનાના સસરા સતપાલ મહારાજ ઉત્તરાખંડના પર્યટન મંત્રી છે. ન્યૂઝ એજન્સી આઈએનએસના અનુસાર, મોહિના ઉપરાંત તેમના પતિ સુયશ રાવત અને સાસુનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ઝી મીડિયા/બ્યૂરો :ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં પોતાના પાત્રથી ઘર-ઘરમાં ઓળખ બનાવી ચૂકેલ એક્ટ્રેસ મોહિના કુમારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મોહિનાની સાથે સાથે તેમનો આખો પરિવાર પણ કોરોનાનો શિકાર થઈ ગયો છે. મોહિનાના સસરા સતપાલ મહારાજ ઉત્તરાખંડના પર્યટન મંત્રી છે. ન્યૂઝ એજન્સી આઈએનએસના અનુસાર, મોહિના ઉપરાંત તેમના પતિ સુયશ રાવત અને સાસુનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ત્રાટકશે વાવાઝોડું, 90-100 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાય તેવી શક્યતા
મોહિનાએ જણાવ્યું કે, અમારા પરિવારના સાત લોકોને કોવિડ 19 હોવાનું સામે આવ્યું છે. પરંતુ હવે તેઓ રિકવર થઈ રહ્યાં છે. હજી અમે લોકો હોસ્પિટલમા છીએ. મારા બનેવીની નવીનતમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મોહિનાએ કહ્યું કે, એવા પણ લોકો છે જેઓ સંક્રમિત છે, પરંતુ તેઓ સંસ્થાના છે. અમારા લક્ષણો હળવા હતા અને અમને લાગે છે કે, મોસમમાં બદલાવ આવવાને કારણે આવું થયું છે.
ઉઘાડી લૂંટ કરતી અમદાવાદની ખાનગી હોસ્પિટલોએ કોરોનાની સારવાર માટે આખરે ભાવ ઘટાડ્યો
તેમણે કહ્યું કે, અમારા પરિવારમાં કોઈને પણ કોરોનના પ્રમુખ લક્ષણ નથી. કોરોના વાયરસ એવો છે જે જંગલી આગની જેમ ફેલાય છે. પહેલા મારા સાસુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ તેમના લક્ષણો હળવા હતા, જેથી અમને માલૂમ પડ્યું ન હતું. આજે અમારો બીજો દિવસ છે. હોસ્પિટલમાં પરિવારના દરેક વ્યક્તિની હાલત સુધારા પર છે. અમે બધા જલ્દી જ સાજા થઈ જઈશું. અમે સાજા થવાના તમામ નિયમો ફોલો કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર