Netflix 5 Popular Shows Back With Third Season: નેટફિક્સ ઇન્ડિયા પોતાની ચર્ચિત વેબ સિરીઝની નવી સીઝન રિલીઝ કરવાની તૈયારી કરી ચૂક્યું છે. નેટફિક્સ દ્વારા નવી સિરીઝ રિલીઝ કરવાની સાથે જે સિરીઝ દર્શકોને પસંદ આવી હતી તેને રીન્યુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નેટફિક્સે 5 શોની નવી સિઝનને લીલી ઝંડી દેખાડી દીધી છે. આ 5 શોની ત્રીજી સિઝન હવે જોવા મળશે. અનુમાન છે કે વર્ષ 2024 પૂરું થાય તે પહેલા જ આ સીઝન ઓટીટી પર રિલીઝ થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિસમેચ્ડ સીઝન 3: મિસમેચ્ડ એ નેટફ્લિક્સ પરની સૌથી લોકપ્રિય સીરીઝમાંથી એક છે. તેણે સૌથી વધુ યુવાનોને આકર્ષિત કર્યા છે. આ સીરીઝની બીજી સીઝનને પ્રેક્ષકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો અને ત્રીજી સીઝનથી પણ આવી જ અપેક્ષા રાખવામાં આવે છે.


આ પણ વાંચો:


બીજા લગ્ન કર્યા પછી પણ પોતાનાથી 27 વર્ષ નાની આ અભિનેત્રીના પ્રેમમાં પડ્યા ધર્મેન્દ્ર


આલિયા સિદ્દીકીએ શેર કર્યા નવાઝ સાથેનું ઓડીયો રેકોર્ડીંગ, સાંભળીને ઉડી જશે હોશ..


Gadar 2: તારાસિંહ અને સકીના બનવા માટે સની-અમીષાએ લીધા આટલા કરોડ, જાણીને થશે આશ્ચર્ય


સી સીઝન 3: ઇમ્તિયાઝ અલી સી સીરીઝની ત્રીજી સીઝન સાથે પાછા ફર્યા છે. આ વાર્તા એક યુવા મહિલા પોલીસ કોન્સ્ટેબલની છે, જે ડ્રગ્સ સ્કેન્ડલમાં ફસાઈ જાય છે. ત્યારપછી તે ડ્રગ્સ સિન્ડિકેટને નાબૂદ કરવા માટે એજન્ટ તરીકે કામ કરવાનું શરુ કરે છે. 


ધ ફેબ્યુલસ લાઇવ્સ ઓફ બોલીવુડ વાઇવ્ઝ સિઝન 3: બોલીવુડ સ્ટાર્સની પત્નીઓના આ રિયાલિટી શોની ત્રીજી સિઝનને નેટફ્લિક્સે ઓકે કીધું છે પરંતુ તેની છેલ્લી બે સિઝનને દર્શકોએ નકારી કાઢી છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે લોકોને તેમના અંગત જીવનમાં રસ નથી.  


કોટા ફેક્ટરી સીઝન 3: કોટા ફેક્ટરી એ ભારતની લોકપ્રિય સીરીઝમાંની એક છે. હવે તેની ત્રીજી સીઝન દર્શકોને પસંદ પડશે કે નહીં તે જોવાનું રહ્યું.  


દિલ્હી ક્રાઈમ સીઝન 3: દિલ્હી ક્રાઈમની પ્રથમ સીઝનએ એમી એવોર્ડ જીત્યો હતો. આ ભારતમાં બનેલા શ્રેષ્ઠ શોમાંથી એક છે. તેની બીજી સિઝનના પણ ખૂબ વખાણ થયા હતા. હવે ફરી વખત શેફાલી શાહ ત્રીજી સિઝનમાં જોવા મળવાની છે.