નવી દિલ્હીઃ બોલીવુડ સ્ટાર આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) હંમેશા પોતાની અલગ વિષયની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે, જ્યાં હાલમાં તેણે 'ડ્રીમ ગર્લ'થી બોક્સ ઓફિસ પર હંગામો કર્યો તો હવે આયુષ્માન એક  બાલ્ડ યુવાનની સ્ટોરી લઈને ફિલ્મ 'બાલા (Bala)'માં જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિનેતા આયુષ્માન ખુરાનાનું એવું માનવું છે કે ભારતીય દર્શક હવે વિવિધ કહાનીઓ પ્રત્યે વધુ ખુલી ગયા છે. તેનું કહેવું છે કે આ એક સમય છે જ્યારે કોઈ ન કહેલી વાતો કહેવાનું બીડુ ઉઠાવી શકે છે. 



આયુષ્માને કહ્યું, 'આ માત્ર હિન્દી સિનેમામાં નહીં પરંતુ અમારી સાથે પણ છે, લોકો આધુનિક સમાજમાં રહી રહ્યાં છે જે જાતિઓને લઈને પાછળ રહ્યાં છે. ગ્રામીણ ભારતમાં તે હદ સુધી ભેદભાવનું પાલન કરવામાં આવે છે, જેના વિશે જણાવવું પણ નિરાશ કરી દે છે.'


આયુષ્માન ખુરાનાએ આગળ કહ્યું, 'આ કહેવાતા ઉચ્ચ વર્ગે આપણને આંધળા બનાવી રાખ્યા છે, આપણે તેના વિશે જાણીને પણ અજાણ્યા છીએ.' 'આર્ટિકલ 15'ને લઈને જે પ્રતિક્રિયા મળી, તેને જોઈને મને લાગે છે કે ભારતીય દર્શક હવે આ પ્રકારની ફિલ્મોને વધુ અપનાવવા લાગ્યા છે. આ એક સમય છે જ્યાં ન કહેલી વાતનું બીડુ ઉઠાવી શકીએ છીએ. 




આર્ટિકલ 15 આ વર્ષે 28 જૂને રિલીઝ થઈ હતી અને ત્યારથી આ ફિલ્મને ન માત્ર સકારાત્મક આલોચનાત્મક પ્રતિક્રિયા મળી છે પરંતુ ફિલ્મએ દર્શકોનું દિલ પણ જીતી લીધું છે અને તેવામાં સ્પષ્ટ છે કે બોક્સ ઓફિસ કલેક્શન પણ સારૂ થઈ રહ્યું છે.