નવી દિલ્હી: અક્ષયકુમાર હાલ તેની ફિલ્મ પેડમેનના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સમગ્ર પ્રમોશન દરમિયાન અક્ષયકુમારનો લૂક ખુબ ચર્ચાનો વિષય બન્યો છે. અક્ષયકુમારનો ટકલુ લૂક જોઈને દરેક જણ એ જાણવાના ઈન્તેજારમાં છે કે આખરે બોલિવૂડના આ ખેલાડીકુમારે પોતાના સુંદર વાળ વગરનો આ લૂક કેમ અપનાવ્યો છે? મિડ-ડે નામના અખબારમાં પ્રકાશીત એક અહેવાલ મુજબ અક્ષયકુમારે પોતાનો આ લુક આવનારી ફિલ્મ 'કેસરી'ના શૂટિંગ માટે અપનાવ્યો છે. હકીકતમાં ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે અક્ષય બિગ બોસના ફિનાલેમાં પોતાની ફિલ્મ 'પેડમેન'ના પ્રમોશન માટે સલમાન ખાન સાથે જોવા મળ્યો હતો. અહીં અક્ષયકુમાર ટાલિયો જોવા મળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અક્ષયના આ લૂકને જોઈને શરૂઆતમાં એવી અટકળો થઈ રહી હતી કે વાસ્તવમાં અક્ષયે આ સર્જરી એટલા માટે કરાવી છે કારણ કે તે હેર ટ્રાન્સપ્લાન્ટથી બચવા માંગે છે. ઈન્ડિયા ટુડેએ એક સૂત્રના હવાલે રિપોર્ટ આપ્યો હતો કે અક્ષયના વાળના મૂળ ખુબ નબળા પડી ગયા છે અને તે નકલી વાળનો બોઝ સહન કરી શકે તેમ નથી. 


આ દરમિયાન અક્ષય પોતાની આગામી ફિલ્મના પ્રમોશન દરમિયાન પોતાના અસલી લૂકમાં ઘૂમતા ખુબ વખાણ થઈ રહ્યાં છે. અત્રે જણાવવાનું કે અક્ષયકુમારની ફિલ્મ 'પેડમેન' 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'નો બોક્સ ઓફિસે સામનો કરવો પડશે. કારણ કે 'પદ્માવત' પણ 25મી જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ રહી છે. જો કે અક્ષયકુમારને આ ભીડંતની બિલકુલ ચિંતા નથી.