નવી દિલ્હી: લોસ એન્જલસમાં જોનાસ બ્રધર્સના એક કોન્સર્ટમાં એક મહિલા પ્રશંસક ગાયક અભિનેતા નિક જોનાસ સાથે ખુબ અજીબ રીતે વર્તન કરતી જોવા મળી હતી. ડેઈલી મેઈલ ડોટ કો ડોટ યુકેના રિપોર્ટ મુજબ હાલ ઈન્ટરનેટ પર વાઈરલ થયેલી તસવીરો અને વીડિયોઝમાં એક મહિલા પ્રશંસક નિકના પગ પકડતા અને તેને સ્પર્શ કરતા જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઈરલ થઈ રહ્યો છે વીડિયો
અહેવાલો મુજબ નિક તે મહિલા પર ભડકી ગયો હતો અને તેણે તેને સંભળાવ્યું પણ હતું. ત્યારબાદ નિક ફરીથી તેના ભાઈઓ સાથે પરફોર્મ કરવા લાગી ગયો હતો. આ ઘટના ગત અઠવાડિયાની છે. જોનાસ બ્રધ્સ ત્યારે પોતાની હેપીનેસ બિગિંસ ટુરના એક ભાગ રૂપે હોલિવૂડ બાઉલમાં પરફોર્મ કરી રહ્યાં હતાં. 



અત્રે જણાવવાનું કે બોલિવૂડથી હોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ગત વર્ષે જ નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતાં. ત્યારબાદથી તે ચર્ચામાં છે. ચર્ચામાં રહેવાનું કારણ  તેની તસવીરો છે. પ્રિયંકાની હાલમાં જ ધ સ્કાય ઈસ પિંક ફિલ્મ રિલીઝ થઈ છે. જો કે આ ફિલ્મ કોઈ મેજીક ઊભો કરવામાં નિષ્ફળ ગઈ છે. ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર લીડ રોલમાં હતો.