નવી દિલ્હી: બોલિવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી. તેમણે રવિવારે પોતાના મુંબઇના બ્રાન્દ્રા ખાતેના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી. માત્ર 34 વર્ષની વયે તેમણે આ દુનિયાને અલવિદા કરી દીધી અને પાછળ અનેક સવાલો છોડી ગયાં. તેમના પાર્થિવ દેહના સોમવારે મુંબઇ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. એક બાજુ જ્યાં સુશાંતના નિધનથી આખુ બોલિવૂડ આઘાતમાં સરી પડ્યું છે ત્યાં બીજી બાજુ સોશિયલ મીડિયા પર સુશાંતના ફેન્સ બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ ડિરેક્ટર અને નિર્માતા કરણ જૌહર તથા અભિનેત્રી આલિયા ભટ્ટ પર આક્રોશ ઠાલવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં હાલ સોશિયલ મીડિયા પર કરણ જૌહરના ટીવી શો કોફી વિથ કરણની એક વીડિયો ક્લિપ ખુબ ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં તેમની સાથે આલિયા ભટ્ટ પણ જોવા મળી રહી છે. આ ક્લિપમાં અભિનેત્રી આલિયાને કરણ પ્રશ્ન પૂછતો જોવા મળી રહ્યો છે કે સુશાંત સિંહ રાજપૂત, રણબીર કપૂર અને રણવીર સિંહમાંથી તે કોને મારવા (kill) ઈચ્છશે, કોની સાથે લગ્ન કરવા માંગશે અને કોની સાથે હૂકઅપ કરવા ઈચ્છશે. 


જેના જવાબમાં આલિયા ભટ્ટ કહે છે કે તે રણબીર કપૂર સાથે લગ્ન કરવા માંગશે, સુશાંત સિંહને મારવા ઈચ્છશે અને રણવીર સિંહ સાથે હૂક અપ કરવા માંગશે. હવે આ વીડિયોને લઈને લોકો ટ્વીટર પર આલિયા અને કરણને ફેક ગણાવી રહ્યાં છે. બંને પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યાં છે. જુઓ ટ્વીટ્સ...







અત્રે જણાવવાનું કે સોમવારે મુંબઇના વિલે પાર્લે ખાતે સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. અંતિમ સંસ્કાર વખતે ખુબ વરસાદ વરસી રહ્યો હતો અને છતાં સુશાંત સાથે કામ કરનારા એક્ટર અને મિત્રો તેમને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતાં. જેમાં રિયા ચક્રવર્તી, શ્રદ્ધા કપૂર, અને વરુણ શર્મા સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ સામેલ હતાં.