કરણ જોહર સાથે તસવીરમાં આ છોકરી કોણ છે ? જાણીને ચોંકી જશો
આ તસવીર 1999ના ઝી સિને અવોર્ડસની છે
નવી દિલ્હી : ફિલ્મમેકર કરણ જોહરે સોશિયલ મીડિયા પર બે દાયકા જૂની તસવીર શેયર કરી. આ તસવીરમાં ચાર લોકો દેખાઈ રહ્યા છે જેમાં એક બાળકી છે જેને પહેલી નજરે ઓળખી શકાતી નથી. આ તસવીર એક અવોર્ડ ફંક્શનની છે અને આ છોકરી છે એક્ટ્રેસ સોનાક્ષી સિંહા. આ તસવીરમાં ફિલ્મમેકર સુભાષ ઘઇ અને એક્ટર શત્રુઘ્ન સિંહા પણ દેખાઈ રહ્યા છે. આ તસવીર સાથે કરણ જોહરે કેપ્શન લખ્યું છે - આ તસવીર મારી સાથે શેયર કરવા માટે હું અભિષેક બચ્ચનનો આભાર માનું છું. શું તમને યાદ છે આ સોનાક્ષી સિંહા? મેં આ એવોર્ડ જીત્યો હતો પણ મને લાગે છે કે જાણે હું આખી સેરિમની જ ખાઈ ગયો હતો. કરણ જોહરે એક હેશટેગ જોડતા લખ્યું હતું કે, 'ડબલ ચિન એલર્ટ'.
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...