Love Story: નરગિસના લગ્ન પછી દારૂના નશામાં આખી રાત રડતા હતા રાજ કપૂર, પોતાને સિગરેટ આપતા હતા ડામ
નરગિસની યાદમાં રાજ કપૂર દારૂના નશામાં રહેતા હતા પોતાની જાતને સિગરેટના દામ આપતા હતા પરંતુ જયારે નરગિસનું મૃત્યુ થયું ત્યારે તેમને નરગિસનું મોઢું પણ જોયું ન હતું. આવો જાણીએ તેમની લવ સ્ટોરી વિશે.
નવી દિલ્હી: બોલીવુડની આઈકોન લવ સ્ટોરીની વાત કરતા હોઈએ ત્યારે નરગિસ અને રાજ કપૂરની વાત ના આવે તેવું બને જ નહીં. નરગિસની યાદમાં રાજ કપૂર દારૂના નશામાં રહેતા હતા પોતાની જાતને સિગરેટના દામ આપતા હતા પરંતુ જયારે નરગિસનું મૃત્યુ થયું ત્યારે તેમને નરગિસનું મોઢું પણ જોયું ન હતું. આવો જાણીએ તેમની લવ સ્ટોરી વિશે.
દરેક લોકો જાણે છે કે અભિનેત્રી નરગિસ પ્રથમ પ્રેમ રાજ કપૂર હતા. તે સમયે રાજ કપૂર પરિણીત હતા અને તેમને બાળકો પણ હતા આ જાણતા હોવા છતા નરગિસ રાજ કપૂરને પ્રેમ કરતી હતી. રાજ કપૂર અને નરગિસે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યુ હતું. બન્ને લગભગ 9 વર્ષ સુધી સાથે રહ્યા પછી અચાનક આ સંબંઘો તૂટી ગયા અને પછી ક્યારેય બન્નેના સંબંધ ફરી ના બન્યા.
રાજ કપૂર અને નરગિસની લવ સ્ટોરી
બન્ને એક બીજાને ખૂબ પ્રેમ કરતા. રાજ કપૂરના લગ્ન થઈ ગયા હતા તે જ બન્નેના સંબંધમાં અડચણ રૂપ હતું. રાજ કપૂરના લગ્ન કૃષ્ણા કપૂર સાથે થઈ ગયા હતા અને રાજ કપૂર 5 બાળકોના પિતા હતા જેથી તે માત્ર નરિગસ સાથે રહેવાનું પ્રોમિશ આપતા હતા. રાજ કપૂરે ક્યારે તેમની પત્નીને નથી છોડી. રાજ કપૂર નરગિસ સાથે લગ્ન નતા કરી શકતા જેથી નરગિસે રાજકપૂરથી દૂર જવાનો નિર્ણય લઈ લીધો અને સુનિલ દત્ત સાથે લગ્ન કરી લીધા.
Sanjay Dutt ની મા Nargis ને મારી નાંખવા માટે કેમ આપી ડોક્ટરે સલાહ? જાણો પછી Sunil Dutt એ શું કર્યું
નશામાં રહેવા લાગ્યા હતા રાજ કપૂર
એક જુના ઈન્ટરવ્યુંમાં રાજ કપૂરની પત્નીએ જણાવ્યું હતું કે, નરગિસના લગ્ન પછી કદાચ જ કોઈ રાત એવી હશે કે રાજ કપૂર રડ્યા ન હોય. તે ઘરે ખૂબ મોડા આવતા હતા. દારૂના નશામાં તે બાથ ટબમાં બેઠા બેઠા રોતા હતા. તેમને એવું લાગતું હતું કે નરગિસે તેમની સાથે દગો કર્યો. વર્ષ 1986માં રાજકપૂરે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, નરગિસે તેમની સાથે દગો કર્યો. અહીંયા સુધી કે નરગિસ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તે ત્યાં પહોંચ્યા હતા પરંતુ દરવાજે જ ઉભા હતા. દરેક લોકોએ તેમને બોલાવ્યા અને નરગિસના અંતિમ દર્શન કરવાનું કહ્યું પરંતુ રાજ કપૂરે નરગિસના અંતિમ દર્શન કરવાની ના પાડી દીધી. આમ બન્નેની પ્રેમ કહાનીનો દુ:ખદ અંત આવ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube