મુંબઈ : બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ અવારનવાર પોતાની એક્સરસાઇઝ વીડિયોથી બધાને ચોંકાવી દેતો હોય છે પણ આજે તેણે સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી છે જેના કારણે તે ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. હકીકતમાં ટાઇગરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લખ્યું છે કે તે પહેલાંથી બુક્ડ છે. ટાઇગર બોલિવૂડનો એવો એક્ટર છે જે જાહેરમાં પોતાની પર્સનલ લાઇફ વિશે કંઈ પણ નથી કહેતો અને આ પોસ્ટ જાણે તેણે સગાઈ કરી હોય એવો આડકતરો ઇશારો આપે છે. 


પુલવામા આતંકી હુમલાથી ગુસ્સામાં બોલિવૂડ, જાણો શું કહ્યું સલમાન અને અજયે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાઇગર શ્રોફની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો તે બહુ જલ્દી સ્ટુડન્ટ ઓફ ધ યર 2માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે તારા સુતરિયા અને અનન્યા પાંડે જોવા મળે છે. હાલમાં પણ એવો ખુલાસો થયો છે કે બાગી 3માં ફરીવાર ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની જોડી જોવા મળશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...