VIRAL VIDEO: સિંદુર અને સાડીમાં TMC સાંસદોનો DANCE લગાવી રહ્યો છે આગ
નુસરત જહાંએ નિખિલ જૈન નામના એક બિઝનેસ મેન સાથે લગ્ન કર્યા છે, લગ્નની સાથે સિંદુર અને સાડી પહેરીને સાંસદ પહોંચી નુસરતની તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે
નવી દિલ્હી : 29 સપ્ટેમ્બરથી નવરાત્રિ ચાલુ થવાનું છે અને બંગાળ સહિત દેશનાં અનેક હિસ્સાઓમાં દુર્ગાપુજાનો રંગ જોવા મળશે. એવામાં દુર્ગા પુજા ચાલુ થયાનાં થોડા સમય પહેલા જ પહેલી વાર તૃણમુલ કોંગ્રેસની તરફથી સાંસદ બનેલ નુસરત જહાં (Nusrat Jahan) અને મીમી ચક્રવર્તીનો (Mimi Chakraborty) ડાંસ વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં આ બંન્ને અભિનેત્રીઓ દુર્ગા માં સામે ડાંસ કરતી જોવા મળી રહી છે. નુસરત જહાંએ આ વીડિયો ફેસબુક પર શેર કર્યો છે.
ખેડૂતોના પ્રતિનિધિ મંડળે કૃષિ ભવનમાં અધિકારીઓ સાથે કરી મુલાકાત, 5 માગણીઓ સ્વીકારાઈ
આ વીડિયો કેપ્ટન ટીએમસી દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. આ ગીતને માં દુર્ગાની શક્તિઓ પ્રત્યે સમર્પણ તરીકે શેર કરવામાં આવ્યું છે. નુસરત અને મિમી સાથે જ બંગાળી સિનેમાનું જાણીતું નામ શુભાશ્રી ગાંગુલી પણ આ વીડિયોમાં જોવા મળી રહી છે. તમે પણ આ વીડિયો જોઇ શકો છો.
અહો વૈચિત્રમ! EDએ મની લોન્ડ્રીંગ કેસમાં સંપત્તી તરીકે 7 વાંદરાઓ જપ્ત કર્યા
એક શરતને કારણે બન્યું હતું ભારતની ઊંચી પહાડીઓ પર આ મંદિર
અત્રે ઉલ્લેખનીય છે કે, નુસરત જહાં અને મિમી ચક્રવર્તી તેમાં જ એક અભિનેત્રી છે, જે બંગાળની પ્રખ્યાત અભિનેત્રીઓ પૈકી એક છે. આ બંન્ને સંસદમાં વેસ્ટર્ન કપડા પહેરીને જવા માટે ટ્રોલ કરવામાં આવ્યું હતું. નુસરત જહાંએ નિખિલ જૈન નામના બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે. લગ્ન સાથે સિંદુર અને સાડી પહેરીને સંસદ પહોંચી નુસરતની તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.