'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવીને ગજબની લોકપ્રિયતા મેળવી જનારા ટીવી એક્ટર ગુરુચરણ સિંહની તબિયત સારી નથી. તેઓ હોસ્પિટલમાં દાખલ છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ શેર કરી છે. જેમાં ગુરુચરણ સિંહ આઈવી ડ્રિપ લગાવતા જોવા મળી રહ્યા છે. તેમણે ખુલાસો કર્યો કે તેમની હાલત ખુબ ખરાબ થઈ ગઈ છે. તેમના આ હાલ જોઈને ફેન્સ ચિંતામાં પડ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરુચરણ સિંહે જે વીડિયો શેર કર્યો છે તે હોસ્પિટલનો છે જેમાં તેઓ બેડ પર સૂતેલા છે.  તેમના હાથમાં આઈવી ડ્રિપ લાગેલી છે. વીડિયોમાં તેઓ કહે છે કે, 'હાલત વધુ ખરાબ થઈ ગઈ છે.' તેમણે કહ્યું કે તેમની સાથે શું થયું છે તેઓ જલદી જણાવશે. આ ઉપરાંત તેમણે ફેન્સને ગુર પુરબની શુભેચ્છાઓ પણ પાઠવી. 


વીડિયો જોઈને ફેન્સ ચિંતાતૂર
ગુરુચરણ સિંહનો આ વીડિયો જોઈને તેમના ફેન્સ ચિંતા કરી રહ્યા છે. દરેક પૂછી રહ્યા છે કે આખરે તેમને શું થયું છે અને તેઓ કેમ હોસ્પિટલમાં દાખલ છે. વીડિયોમાં તેઓ ઘણા દુબળા પણ જોવા મળી રહ્યા છે. દરેક જણ તેમના સાજા થવાની  કામના કરી રહ્યા છે. 



2024માં રહસ્યમય રીતે ગાયબ થયા હતા
અત્રે જણાવવાનું કે વર્ષ 2024માં ગુરુચરણ સિંહ અચાનક ચર્ચામાં આવી ગયા હતા કારણ કે તેઓ લગભગ એક મહિના માટે રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા. અભિનેતા એક બેઠકમાં સામેલ થવા માટે દિલ્હીથી પોતાના ઘરેથી નીકળ્યા પણ પાછા ફર્યા નહીં. ત્યારબાદ તેમના પિતાએ દિલ્હીના એક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. એક મહિના બાદ ગુરુચરણ સિંહ પાછા ફર્યા જેનાથી તેમના ફેન્સે રાહતના શ્વાસ લીધા હતા.