Taarak Mehta Ka Ooltah Chashma: લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવીને ઘરે ઘરે નામના મેળવનારા કલાકાર ગુરુચરણ સિંહ સોઢી 22મી એપ્રિલથી ગૂમ છે. તેમના ચાહકો અને મનોરંજન જગતમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ હજુ સુધી તેમને શોધી શકી નથી. જો કે આ કેસની તપાસ ચાલુ છે અને રોજેરોજ નવા નવા અપડેટ આવતા રહે છે. હાલ તો પોલીસે અભિનેતાના પિતાની ફરિયાદના આધારે અપહરણનો કેસ દાખલ કરેલો છે પરંતુ હવે એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. આ કેસમાં હવે રોજ રોજ નવા વળાંક આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે પોલીસને શક?
અભિનેતાની ભાળ મેળવવા માટે પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે પરંતુ હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. હવે એ સવાલ ઉઠવા લાગ્યો છે કે શું અભિનેતાએ પોતે જાતે જ પોતાના ગૂમ થવાનું પ્લાનિંગ કર્યું હતું કે શું? ન્યૂઝ 18ના રિપોર્ટ મુજબ પોલીસના કોઈ સોર્સે તેમને કહ્યું કે તેમણે પોતાનો ફોન પાલમમાં છોડ્યો. અમે શોધવાની કોશિશ કરીએ છીએ પરંતુ અમારા માટે ગુરુચરણ સિંહની ભાળ મેળવવાનું વધુ મુશ્કેલ બન્યું છે. કારણ કે તેનો અર્થ એ છે કે ફોન અભિનેતા પાસે નથી. અમે તેમને શોધવાની કોશિશ કરીએ છીએ. સીસીટીવી ફૂટેજમાં અમે જોયું કે તેઓ એક ઈ રિક્ષામાંથી બીજી ઈ રિક્ષામાં જઈ રહ્યા છે. એવું લાગે છે કે જાણે તેમણે બધુ પ્લાન કર્યું હતું અને પછી દિલ્હીથી બહાર જતા રહ્યા. 


ક્યારે જોવા મળ્યા હતા છેલ્લે
ગુરુચરણ સિંહ છેલ્લે 22 એપ્રિલના રોજ જોવા મળ્યા હતા. તેના 4 દિવસ બાદ તેમના પિતાએ તેમના ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં લખ્યું હતું કે મારો પુત્ર ગુરુચરણ સિંહ  ઉંમર 50 વર્ષ 22 એપ્રિલના રોજ 8.30 વાગે મુંબઈ જવા નીકળ્યો હરતો. તે ફ્લાઈટ પકડવા એરપોર્ટ ગયો હતો પરંતુ મુંબઈ ન પહોંચ્યો કે ઘરે પણ પાછો ન ફર્યો. તેનો ફોન પણ મળતો નથી. તે મેન્ટલી સ્ટેબલ છે અને અમે તેને ખુબ શોધ્યો પરંતુ તે મળતો નથી. 


તારક મહેતા...માં મચાવી હતી ધમાલ
ગુરુચરણ સિંહને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ઘરે ઘરે  ઓળખ મળી હતી. જો કે વર્ષ 2020માં તેમણે શો છોડી દીધો ત્યારબાદ તેઓ કોઈ શોમાં જોવા મળ્યા નથી. તેમની જગ્યાએ શોમાં બલવિંદર સિંહ કામ કરે છે. ગુરુચરણ સિંહે પહેલા 2013માં પણ શો છોડ્યો હતો. પરંતુ લોકોની ઈચ્છાને માન આપતા તેઓ પાછા આવ્યા અને વર્ષો સુધી કામ કર્યું પરંતુ ત્યારબાદ કોરોના સમયમાં પાછો શો છોડી દીધો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube