TMKOC: તારક મેહતાની `સોનુ`એ મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ, પલક વિરુદ્ધ એકશન લેશે અસિત મોદી
TMKOC: ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફરી ચર્ચામાં છે. આ શોની વધુ એક કલાકારે શોના મેકર્સ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સાથે જ લાખોનું પેમેન્ટ અટકાવ્યું હોવાનું પણ કહ્યું છે. આ મામલે હવે અસિત મોદી લીગલ એક્શન લેવાની તૈયારીમાં છે.
TMKOC: એક સમયના ટીવીના સૌથી પોપ્યુલર શોનું નામ હવે વિવાદોમાં વધારે રહેવા લાગ્યું છે. ફરી એક વખત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના મેકર્સ અને કલાકાર આમને સામને આવ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં સોનુંનું પાત્ર ભજવતી પલક સિંધવાણીએ શોના મેકર્સ પર મેન્ટલ હરસમેન્ટ અને સેલેરી ન દેવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. પલક સિંધવાણીએ આપેલા આ નિવેદન પછી પ્રોડ્યુસર આસત મોદીએ તેના વિરુદ્ધ લીગલ એક્શન લેવાની તૈયારી બતાવી છે.
આ પણ વાંચો: Rekha: આ એક્ટર સાથે બોલ્ડ સીનમાં બેકાબુ થઈ ગઈ હતી રેખા, બંનેએ તોડી નાખી હતી ખુરશી
છેલ્લા ઘણા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના કલાકારો શોના મેકર્સની સામે મેદાને ઉતરી રહ્યા છે. વિવાદોના કારણે ઘણા કલાકારો શો છોડી ચૂક્યા છે. આ યાદીમાં વધુ એક કલાકારનું નામ જોડાઈ ગયું છે. તારક મહેતા શોમાં સોનુનું પાત્ર ભજવતી પલક હવે શોના મેકર્સની સામે આવી છે. પલકે આરોપ લગાવ્યો છે કે તેને વધારે કામ કરવા માટે પ્રેશર કરવામાં આવતું અને લાખો રૂપિયાની ફી ચૂકવવામાં આવી નથી.
આ પણ વાંચો: સલમાન નહીં.. આ સુપરસ્ટારનો બચ્ચન પરિવાર સાથે 36નો આંકડો, 30 વર્ષથી નિભાવે છે દુશ્મની
પલક સિંધવાણીના આરોપ ઉપર પ્રોડ્યુસર આસિત મોદીએ સ્પષ્ટતા કરી છે કે દરેક કલાકારને સમય પર સેલેરી આપી દેવામાં આવે છે. જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે તે પાયાવિહોણા છે. આસિત મોદીએ એવું પણ કહ્યું કે પલકને તે દીકરીની જેમ માનતા હતા અને તેણે જે આરોપ લગાવ્યા છે તે સાંભળીને તેને દુઃખ થયું છે.
આ પણ વાંચો: જાણો કોણ છે દેશના સૌથી મોટા ટેક્સપેયર સ્ટાર? વર્ષ 2024 માં ભર્યો 92 કરોડ ટેક્સ
શોને લઈને આસિત મોદીએ કહ્યું હતું કે, જ્યારે કોઈપણ કલાકાર તેનો શો છોડે છે તો તે ઈમોશનલ થઈ જાય છે. કારણ કે શોના કલાકારો સાથે તેનો પારિવારિક સંબંધ બની ગયો હોય છે. પરંતુ જ્યારે પલક કે શો છોડ્યો ત્યારે તેને સૌથી વધુ દુઃખ થયું કારણ કે તેને તે દીકરીની જેમ માનતો હતો. આસિત મોદીએ અન્ય કલાકારોના નામ લીધા વિના એવું પણ કહ્યું કે, શો છોડ્યા પછી જે પણ એક્ટર તેના વિરુદ્ધ બોલે છે તેના પર તે ક્યારેય રિએક્ટ કરતો નથી. તે પોતાની જાતને આવા વિવાદથી દૂર રાખે છે. જો લોકો શો છોડતા પહેલા પોતાની વાત કરે તો તે વાતને સમજી પણ શકે. તેણે એવું પણ ઉમેર્યું કે આ શો 16 વર્ષથી ચાલે છે અને તેની સાથે ઘણા મોટા કલાકારો જોડાયેલા છે તેમને ક્યારેય કોઈ જ સમસ્યા થઈ નથી. બધા કલાકારોને સમયસર સેલેરી આપવામાં આવે છે. આ સિવાય પલકના જે પણ આરોપો છે તેનો જવાબ તે કાનૂની રીતે આપશે. શોના દરેક કલાકાર માટે કેટલાક નિયમ પહેલાથી જ નક્કી હોય છે.
આ પણ વાંચો: ઈડીના દરોડા બાદ રાજ કુંદ્રાએ પહેલીવાર આપ્યું નિવેદન, શિલ્પા શેટ્ટીને લઈને કહી આ વાત
પલકે તારક મહેતા શોના મેકર્સ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. પલકે કહ્યું હતું કે તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું અને સાથે જ 12 કલાક શૂટિંગ કરવા પ્રેશર કરવામાં આવતું. આ ઉપરાંત પલકે એવું પણ કહ્યું કે તેની 21 લાખ રૂપિયાની સેલેરી લેવામાં આવી છે.