Taarak Mehta Ka Ooltah Chashmah: મનોરંજન જગતમાં ધૂમ મચાવનારા કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લગભગ તરીકે પાત્રો લોકોના મનમાં વસેલા છે. આ શો છેલ્લા 14 વર્ષથી લોકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે. લોકો શોની સાથે સાથે તેના પાત્રોને પણ ખુબ પસંદ કરે છે. આ શોમાં ટપુ સેનાનું પણ એક અનેરું લોકોને આકર્ષણ છે. જેમાંની એક છે ભીડે માસ્ટરની પુત્રી સોનુ. આમ તો આ પાત્ર અનેક અભિનેત્રીઓ દ્વારા ભજવાયું છે પણ હાલ આ સોનુના પાત્રમાં છેલ્લા કેટલાક સમયથી પલક સિધવાની જોવા મળી રહી છે. લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. 


પલકનો ગ્લેમરસ લૂક
પલક સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અને વીડિયો અવારનવાર શેર કરતી રહે છે. હાલમાં પલક વેકેશન પર ગઈ અને ત્યાંથી કેટલીક તસવીરો તેણે શેર કરી. જેણે ચાહકોના મન જીતી લીધા. પલક હાલ ગોવામાં છે અને ત્યાં રજાઓ ગાળી રહી છે. અહીંથી તેણે કેટલીક બોલ્ટ અને હોટ તસવીરો શેર કરી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube