Rajkot News : રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનું બોરડી સમઢીયાળા ગામ રખડતા ઢોર મુક્ત ગામમાં બનતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની ટીમના કલાકારોએ બાલ મુકુંદ ગૌશાળાની મુલાકાત લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામ સંપૂર્ણ રખડતા ઢોર મુક્ત બન્યું છે. ગામના રખડતા 250 જેટલા ઢોરને બાલ મુકુંદ ગૌશાળામાં રાખવામાં આવ્યા છે. ત્યારે રખડતા ઢોર મુક્ત ગામની મુલાકાત માટે ફેમસ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ આવી પહોંચી હતી. જેમાં સુંદર મામા, અબ્દુલ, ગોલી, હાથી, ટાપુ, સોઢી, પિંકુ સહિતના કલાકારો આવી પહોંચ્યા હતા.


10 પોઈન્ટમાં સમજો કોવિશિલ્ડ વેક્સીનના તમામ અપડેટ, સિવિલ હોસ્પિટલના તબીબે કર્યો મોટો ખુલાસો


આ કલાકારોએ બાલ મુકુંદ ગૌશાળાની મુલાકાત લઈને પ્રશંસા કરી હતી. સાથે જ ગૌશાળાના દર્શન કરીને ગ્રામજનોનો આભાર માન્યો હતો. તેમજ ગૌશાળા જોઈને ટ્રસ્ટીઓ તેમજ ગ્રામજનોને પણ બિરદાવ્યા હતા. સાથે જ કહ્યું હતું કે, રખડતા ઢોર મુક્ત ગામ સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે. સાથે જ અન્ય ગામોએ પણ આ ગામ ઉપરથી શીખ લઈને ઢોર મુક્ત ગામ બનાવવાની પ્રેરણા લેવી જોઈએ.


તારક મહેતાના કલાકાર સુંદર મામાએ ગુજરાત સ્થાપના દિવસને લઈને નિવેદન આપ્યુ હતું કે, આજે આપણા સૌ કોઈ માટે ગૌરવની ક્ષણ છે. સાથે જ ગુજરાતના દર્શક મિત્રોને ગુજરાતના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભ કામના પાઠવું છું. 


કોંગ્રેસનો જુગાડ! ગુજરાતમાં પિતાની જેમ દીકરી કરી શકશે ચમત્કાર કે ભાજપ પરંપરા તોડશે


સુંદર મામાએ ચૂંટણી માટે કરી અપીલ 
તેમણે કહ્યું હતું કે, ઈલેક્શન એટલે દિવાળી, અને હોળી આવેને એટલે ઉત્સવ. મને ઈલેક્શનને લઈને ઉત્સાહ હોય છે. સાથે જ આ એક એવું પર્વ છે જે સૌને લાગે છે અને રાષ્ટ્રીય પર્વ છે. હું જેટલી પણ વખત મતદાન કરું છું તેનો મને આનંદ હોય છે. સાથે જ જે યુવાનોનું પહેલી વખત વોટિંગ છે તેની માટે ખાસ અપીલ છે કે સૌ કોઈ અચૂક મતદાન કરવા જજો. તમે જ્યારે મતદાન કરવા જશો ત્યારે દેશના નિર્માણ માટે તમારા પોતાનું યોગદાન સમજીને વોટ આપશો. EVM ઉપરની જે પ્રકારની સ્વીચ દબાવશો તે તરફ આપણું ભારત જવાનું છે. ઇલેક્શન જેવો આનાથી મોટો કોઈ બીજું રાષ્ટ્રીય અવસર હોઈ ના શકે. સાથે જ ગરમીની માહોલ છે એટલે સૌ કોઈને વિનંતી છે કે વહેલી સવારે જઈને સૌથી પહેલા મતદાન કરી લેજો. સાથે જ દેશના વિકાસ માટે જે તમારું યોગદાન છે તે બની રહે. બાળકને જેવી રીતે કોઈની નજર ન લાગે તે માટે કાળું ટપકું કરતા હોય છી તેવી જ રીતે ભારત દેશને કોઈની નજર ના લાગી જાય અને ભારત દેશને આગળ લઈ જવા માટે આંગળી ઉપર કાળું ટપકું મુકવાનું છે, જેથી મતદાન કરવા અચૂક જજો તેવી અપીલ છે. 


ચૈતર વસાવાથી કૂતરું તો શું બલાડુ પણ ડરતું નથી... મનસુખ વસાવાએ ભર સભામાં આવું કહ્યું