નવી દિલ્હી: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) લોકોનો પ્રિય શો છે. આ શોના દરેક પાત્રને લોકો ખુબ જ પસંદ કરે છે. ખાસ કરીને ટપ્પુ. શોમાં દરેક લોકો ઇચ્છે છે કે ટપ્પુ અને સોનુની જોડી બની જાય પરંતુ એકવાર તો ટપ્પુ કોઈ મોના નામની છોકરીના પ્રેમમાં પાગલ થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેઠાલાલના ઉડી ગયા હોશ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના (Taarak Mehta Ka Ooltah Chashmah) શોના એક એપિસોડમાં જ્યારે જેઠાલાલ તેના ઘરે પહોંચે છે, ત્યારે તે જોવે છે કે, ટપ્પુ ફોન પર કંઈક કરી રહ્યો છે. જ્યારે જેઠાલાલ રૂમમાં થોડો પ્રવેશ કરે છે, ત્યારે જાણવા મળે છે કે તે મોના નામની છોકરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યો છે. આ જોઈને જેઠાલાલના હોશ ઉડી જાય છે. તે ભાગીને બાબુજીને બધું જણાવે છે.


આ પણ વાંચો:- બોલિવુડ ડ્રગ્સ કનેક્શન પર NFSU ના એક્ઝિ. રજિસ્ટ્રારનું મોટું નિવેદન


ટપ્પુએ કરી છોકરી ભગાડવાની વાત
બાપુજીને જેઠાલાલની (Babuji Jethalal) કોઈપણ વાત પર વિશ્વાસ થતો નથી. તેથી બાપુજી પોતે જાય છે ટપ્પુની વાત સાંભળવા માટે. બાપુજી જ્યારે ટપ્પુના રૂમમાં પહોંચે છે તો તે જુએ છે કે, ટપ્પુ મોનાને (Tappu Mona) ભગાડવાની વાત કરી રહ્યો છે. આ સાંભળી બાપુજી અને જેઠાલાલ ટપ્પુ પર ગુસ્સે થાય છે.


આ પણ વાંચો:- કરીનાએ શેર કર્યો પોતાના બીજા પુત્રનો ફોટો, તૈમૂર અને સૈફ સાથે રમતા જોવા મળ્યા છોટે નવાબ


ટપ્પુએ જણાવી હકિકત
ટપ્પુ (Tappu Video) તેમને વીડિયોની સત્યતા જણાવે છે અને કહે છે કે તે એક ફન વીડિયો બનાવી રહ્યો છે. મોના એક છોકરી નથી, પરંતુ તેના ભાગવાનો અર્થ છે કે, તે મોનાની સાથે પાર્કમાં ભાગવા ઇચ્છે છે. આ સાંભળીને જેઠાલાલ અને બાબુજી (Babuji Jethalal) બંને હસવા લાગ્યા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube