Kareena Kapoor એ શેર કર્યો પોતાના બીજા પુત્રનો ફોટો, તૈમૂર અને સૈફ સાથે રમતા જોવા મળ્યા છોટે નવાબ

ફેન્સ તેમનો ફોટો જોવા માટે બેચેન છે. આ દરમિયાન કરીનાએ એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તૈમૂર અને સૈફ અલી ખાન જોવા મળી રહ્યા છે.

Kareena Kapoor એ શેર કર્યો પોતાના બીજા પુત્રનો ફોટો, તૈમૂર અને સૈફ સાથે રમતા જોવા મળ્યા છોટે નવાબ

મુંબઇ: અભિનેત્રી કરીના કપૂર (kareena kapoor) અને સૈફ અલી ખાન (saif ali khan) અત્યારે પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. બીજા પુત્રના જન્મ આપ્યા બાદ કરીના તેનું ધ્યાન રાખી રહી છે. તો બીજી તરફ સૈફ અલી ખાન પણ આ કામમાં પોતાની બેગમનો સાથ આપી રહ્યા છે. તમને જણાવી દઇએ કે કરીના અને સૈફ (saif ali khan) એ હજુ સુધી પોતાના બીજા પુત્ર (kareena kapoor second child) ના ચહેરાથી ફેન્સને રૂબરૂ કરાવ્યા નથી. ફેન્સ તેમનો ફોટો જોવા માટે બેચેન છે. આ દરમિયાન કરીનાએ એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તૈમૂર અને સૈફ અલી ખાન જોવા મળી રહ્યા છે. અભિનેત્રીનો આ ફોટો સોશિયલ મીડિયા (Sociam Media) પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. 

કરીના કપૂર ખાન (kareena kapoor Khan) એ સોશિયલ મીડિયા (Sociam Media) ફેન્સને સરપ્રાઇઝ આપી છે. તેમણે પોતાના બીજા પુત્રનો ફોટો શેર કરી યૂઝર્સની ઉત્સુકતા વધારી છે. જોકે આ તસવીરમાં તેમણે એકવાર ફરી પુત્રનો ચહેરો છુપાવ્યો છે. ફોટામાં તૈમૂર અને તેમનો નાનો ભાઇ રમવામાં વ્યસ્ત છે. તો બીજી તરફ સૈફ (saif ali khan) પોતાના લાડલાને જોઇ રહ્યા છે. જોકે આ ફોટામાં કરીના દેખાઇ રહી નથી.

તો બીજી તરફ ફોટો (photo) શેર કરતાં કરીનાએ કેપ્શન પણ લખી છે. તેમણે લખ્યું કે 'મારો વીકએન્ડ કંઇક આવો છે અને તમારો? ફોટાને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. કલાકમાં આ પોસ્ટને લાખો લાઇક્સ મળી ચૂકી છે. તમને જણાવી દઇએ કે થોડા દિવસ પહેલાં જ રણધીર કપૂરના એકાઉન્ટ પરથી એક બાળકનો ફોટો વાયરલ (Viral) થયો હતો. પછી આ પોસ્ટ ડિલીટ પણ કરવામાં આવી. તે સમયે ખૂબ ચર્ચા થઇ હતી કે આ ફોટો નાના પુત્રનો છે. 

ફેન્સની સાથે-સાથે દાદી શર્મીલા ટાગોરએ પોતાના પૌત્રને જોયો નથી. તેનો ખુલાસો ખુદ કરીનાએ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શર્મિલા દિલ્હીમાં છે અને દેશમાં વધી રહેલા કોરોનાના કારણ કે તે હજુ મુંબઇ (Mumbai) ગઇ નથી. જેના લીધે તે બાળકને જોઇ શકી નથી. તો બીજી તરફ થોડા દિવસ પહેલાં નાના પુત્રને મળવા ઘણા બોલીવુડ સેલેબ્સ કરીનાના ઘરે પહોંચ્યા હતા.  

તમને જણાવી દઇએ કે કરીનાએ 21 ફેબ્રુઆરીના રોજ મુંબઇના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં બીજા પુત્રને જન્મ આપ્યો હતો, જેનું નામ અને ફોટા અત્યાર સુધી સામે આવી નથી. ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. ઘણા ફેન્સ અવાર નવાર કરીનાની પોસ્ટ પર ફોટાની ડિમાન્ડ કરતા જોવા મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news