અમિતાભ બચ્ચનના 2 બાપ છે ! આવું કોણ કહ્યં હતું અને શું કામ જાણવા માટે કરો ક્લિક...
આજે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે
મુંબઈ : સદીના મહાનાયકનો ખિતાબ મેળવનાર અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ અલ્હાબાદમાં ખ્યાતનામ કવિ હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચનના ઘરે 11 ઓક્ટોબર, 1942ના દિવસે થયો હતો. અમિતાભની ફિલ્મો અને તેના અંગત જીવનના કિસ્સા ફેમસ છે. આવો જ એક યાદગાર કિસ્સો મહેમૂદનો છે. મહેમૂદ વિશે માનવામાં આવે છે કે એ તેઓ ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રેગલર આર્ટિસ્ટની બહુ મદદ કરતા હતા. જોકે એક સમય એવો આવ્યો કે મહેમૂદનું સ્ટારડમ ઝાંખું પડતું ગયું અને તેમની પાસે કોઈ કામ નહોતું. સંઘર્ષના દિવસોમાં અમિતાભ તો મહેમૂદના ઘરમાં જ રહેતો હતો અને તેની વસ્તુઓ જ વાપરતો હતો.
મહેમૂદ તો અમિતાભ બચ્ચનને પોતાનો દીકરો માનતા હતા. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે 'તેઓ જબરદસ્ત વ્યક્તિ છે. હું તેમના અવાજ અને અભિનયનો મોટો ફેન છે. તેઓ મારું એટલું સન્માન કરે છે કે પાછળથી મારો અવાજ સાંભળે તો પણ ઉભા થઈ જાય છે. અમિતાભ બચ્ચનના બે બાપ હતા. એક જેણે જન્મ આપ્યો અને બીજો હું. મેં અમિતાભને કમાણી કરતા શીખવ્યું.'
સંઘર્ષના તબક્કા પછી અમિતાભ બોલિવૂડના સુપરસ્ટાર બન્યા. પોતાના છેલ્લા દિવસોમાં મહેમૂદ પછી અમિતાભના વર્તનથી બહુ દુખી હતા. આ દિવસોમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં મહેમૂદે જણાવ્યું હતું કે 'મારી ઓપન હાર્ટ સર્જરી થઈ હતી અને હું બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. આ સર્જરીના થોડા દિવસ પહેલાં અમિતાભના પિતા હરિવંશરાય બચ્ચન પડી ગયા હતા અને એટલે તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા હતા. અમિતાભ તેના પિતા પાસે આવતા હતા પણ મને મળવા સુદ્ધાં નહોતા આવ્યા. અમિતાભે સાબિત કરી દીધું હતું કે જેણે જન્મ આપ્યો હતો એ જ સાચા પિતા છે અને મારું તેમના જીવનમાં કોઈ ખાસ સ્થાન નથી.'
મહેમૂદ તેમના છેલ્લા સમયમાં અમેરિકા ચાલ્યા ગયા હતા અને 2004માં તેમનું અવસાન થઈ ગયું હતું.