મુંબઈ : બોલિવૂડ એક્ટર રણબીર કપૂર આજે પોતાનો 36મો જન્મદિવસ સેલિબ્રિટ કરી રહ્યો છે. આજે તેના ચાહકો દેશ-વિદેશમાંથી મોટાપાયે શુભેચ્છા આપી રહ્યા છે. આ સંદેશાઓમાં રણબીરના સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યની કામના છે. રણબીર માટે આજનો દિવસ ખાસ છે કારણ કે આજના દિવસે તેની સાથે તેની ગર્લફ્રેન્ડ છે. 


રણબીર માટે જન્મદિવસે તેની ગર્લફ્રેન્ડ સાથે હોય એ કોઈ ચમત્કાર નથી કારણ કે વર્ષો પછી રણબીરનો એવો જન્મદિવસ આવ્યો છે જેમાં તેની ગર્લફ્રેન્ડ પણ સાથે છે. આ પહેલાં દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ જેવી હિરોઇનો સાથે રણબીરનું અફેર ચાલ્યું હતું પણ છેલ્લા કેટલાક વર્ષોથી તે પોતાના જન્મદિવસે એકલવાયો જ છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...