યશ ચોપડાના ઘરમાં રહેતી હતી આ હિરોઇન, 16 વર્ષે બની હતી મિસ ઇન્ડિયા
આજે જન્મદિવસ છે ત્યારે ચાલો જાણીએ તેના જીવનની કેટલી અજાણી વાતો
મુંબઈ : 18 એપ્રિલ, 1962ના દિવસે જન્મેલી પૂનમ ઢિલ્લોન ફિલ્મો અને ટીવીની એક્ટ્રેસ સિવાય સફળ બિઝનેસ વુમન પણ છે. તે ‘વૈનિટી’ નામની એક ફેમસ મેક-અપ કંપની પણ ચલાવી છે. પૂનમે રાજનીતિમાં પણ થોડી સમય કામ કર્યું છે. તે કોંગ્રેસની સભ્ય પણ હતી પણ ક્ષેત્ર તેને ખાસ પસંદ નથી પડ્યું. પૂનમ કોંગ્રેસ પછી બીજેપીનો પ્રચાસ કરતા પણ જોવા મળી હતી. આજે પૂનમનો જન્મદિવસ છે ત્યારે ચાલો જાણીએ તેના જીવનની કેટલી અજાણી વાતો.
1977માં 16 વર્ષની વયે મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતનારી પૂનમ મોડલિંગના રસ્તે ફિલ્મોમાં આવી હતી. મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યા પછી પૂનમની ટેલેન્ટને યશ ચોપડાએ ઓળખી હતી. તે પોતાની કરિયરની શરૂઆતના દિવસોમાં યશ ચોપડાના ઘરમાં જ રહેતી હતી મોડલિંગથી બોલિવૂડમાં એન્ટ્રી લેનારી પૂનમે અનેક સફળ ફિલ્મો આપી છે. રાજેશ ખન્ના સાથેની તેની જોડીને લોકોએ બહુ પસંદ કરી હતી. તેણે પોતાની પહેલી જ ફિલ્મ ત્રિશુલમાં સ્વિમસુટ પહેરીને સનસનાટી મચાવી દીધી હતી. પૂનમ એ પછી અમિતાભ બચ્ચન સાથે આવેલી ગિરફ્તારમાં પણ સ્વિમસૂટમાં જોવા મળી હતી. 1979માં આવેલી ફિલ્મ નૂરી માટે પૂનમ પહેલીવાર ફિલ્મફેર એવોર્ડની બેસ્ટ એક્ટ્રેસની કેટેગરીમાં નોમિનેટ પણ થઈ હતી.
આજે લાલુના દીકરાની સગાઈ, મહેમાનોની સંખ્યા જાણીને નહીં થાય વિશ્વાસ
પૂનમના અંગત જીવનની વાત કરીએ તો તેનો જન્મ કાનપુરમાં થયો હતો અને તેના પિતા ભારતીય સેનામાં એન્જિનિયર હતી. ચંડીગઢમાંથી સ્કૂલનો અભ્યાસ કર્યા પછી પૂનમે પંજાબ યુનિવર્સિટીમાંથી કોલેજનો અભ્યાસ કર્યો હતો. પૂનમે હિન્દી ફિલ્મ સિવાય તામિલ અને કન્નડ ફિલ્મમાં પણ કર્યું છે. સફળ ફિલ્મ કરિયર પછી તેણે 1988માં ફિલ્મમેકર અશોક ઠાકરિયા સાથે લગ્ન કરી લીધા હતા અને તેને એક દીકરો અને દીકરી છે. જોકે પૂનમે પછી 1997માં તલાક લઈ લીધા હતા અને હાલમાં તે પોતાના બાળકો સાથે એકલી રહે છે.