નાના પાટેકરની અધૂરી પ્રેમ કહાની: પરણિત હોવાછતાં 24 વર્ષ નાની અભિનેત્રી સાથે લિવ-ઇનમાં રહ્યા
Bollywood Affair: નીલુ અને નાનાની મુલાકાત થિયેટરમાં થઈ હતી. તે સમયે નાના મહિને 15 થિયેટર શો કરતા હતા અને દરેક શોના 50 રૂપિયા મળતા હતા. જેના કારણે તેઓ મહિને 750 રૂપિયા કમાઈ લેતા હતા. જ્યારે તેમની પત્ની મહિને 2500 કમાતી હતી.
Bollywood Affair: પોતાના અભિનયથી દરેકના મન જીતી લેનારા અભિનેતા નાના પાટેકર પોતાની ફિલ્મોમાં જેટલા હિટ રહ્યા છે લવ લાઈફમાં એટલા જ ફ્લોપ સાબિત થયા. લગ્ન બાદ પણ નાનાને બે અભિનેત્રીઓ સાથે પ્રેમ થયો હતો. જેના કારણે લગ્નજીવનમાં સમસ્યાઓ રહી. ન તો લગ્ન સંબંધ ટક્યો કે ન તો કોઈ પ્રેમ સંબંધ ટક્યો.
નાના પાટેકરે ફિલ્મ ગમનથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. પરંતુ ફિલ્મ પરિન્દામાં નિભાવેલી વિલનની ભૂમિકાએ તેમને સ્ટાર બનાવી દીધા. નાના પોતાના જબરદસ્ત અભિનયના કારણે ચાહકોના મન પર રાજ કરતા હતા. જો કે પર્સનલ લાઈફમાં હંમેશા કન્ટ્રોવર્સી રહી. નાનાએ એક બેન્કર અને થિયેટર આર્ટિસ્ટ નીલુ ઉર્ફે નીલકાંતિ સાથે લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો: આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી
નીલુ અને નાનાની મુલાકાત થિયેટરમાં થઈ હતી. તે સમયે નાના મહિને 15 થિયેટર શો કરતા હતા અને દરેક શોના 50 રૂપિયા મળતા હતા. જેના કારણે તેઓ મહિને 750 રૂપિયા કમાઈ લેતા હતા. જ્યારે તેમની પત્ની મહિને 2500 કમાતી હતી. આમ છતાં નાનાના પ્રેમમાં નીલુએ ક્યારેય કોઈ વસ્તુ વિશે વિચાર્યું નહીં અને બંનેએ સાત ફેરા લઈ લીધા. કહેવાય છે કે અભિનેતાએ પોતાના લગ્નમાં ફક્ત 750 રૂપિયા ખર્ચ કર્યા હતા. નાના સાથે લગ્ન બાદ નીલુ એક મરાઠી ફિલ્મ આત્મવિશ્વાસમાં જોવા મળી હતી. આ ફિલ્મ સચિન પિલગાંવકરે બનાવી હતી. આ ફિલ્મ માટે નીલુને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો પરંતુ ત્યારબાદ વધતા વજનના કારણે તે ફિલ્મોથી દૂર થઈ ગઈ.
પરિણિત નાના જ્યારે ફિલ્મોમાં આવ્યા તો તેમના લગ્નમાં જાણે તોફાન આવી ગયું. નાનાને એકવાર નહીં પરંતુ બે બે વાર પ્રેમ થયો. ફિલ્મ ખામોશી ધ મ્યૂઝિકલ દરમિયાન નાનાને મનીષા કોઈરાલા સાથે પ્રેમ થઈ ગયો. મનીષા નાના કરતા ઉંમરમાં 21 વર્ષ નાની હતી. પરંતુ કહે છે ને કે પ્રેમ કોઈ ઉંમરના બંધનમાં માનતો નથી. નાના મનીષાને લઈને ખુબ ગંભીર હતા, મનીષા પણ નાના સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ નાના પત્ની નીલુને ડિવોર્સ આપવા માટે રેડી નહતા. નાના અને મનીષાના અફેર અંગે જ્યારે પત્નીને ખબર પડી તો તે ઘર છોડીને જતી રહી હતી.
આ પણ વાંચો: દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
આ પણ વાંચો: શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ
મનીષા જ્યાં લગ્નના સપના જોતી હતી ત્યાં નાનાનું ભમરા જેવું મન બીજી હસીના પર જઈ બેઠું. નાના 2003માં આયેશા ઝૂલ્કા સાથે ફિલ્મ કરી રહ્યા હતા. આયેશા નાના કરતા ઉંમરમાં 24 વર્ષ નાની હતી. પરંતુ બંને વચ્ચે ફિલ્મના સેટ પર નીકટતા વધતી ગઈ. બંને લિવ ઈનમાં રહેવા લાગ્યા. નાના મનીષા સાથે હતા તે સમયગાળામાં જ આયેશાને ડેટ કરવા લાગ્યા હતા. એક દિવસ મનીષાએ નાના અને આઈશાને એક રૂમમાં સાથે જોઈ લીધા અને ત્યારબાદ અભિનેત્રી નાનાથી અલગ થઈ ગઈ.
પહેલીવાર નાના પણ આઈશા સાથે પોતાના સંબંધને લઈને મીડિયા સામે આવ્યા અને લિવ ઈનમાં રહેવા લાગ્યા. આયેશા સાથે પણ નાનાનો સંબંધ બહુ લાંબો ટક્યો નહીં. અહેવાલોનું માનીએ તો એક શો દરમિયાન નાનાએ આયેશાની ખુબ બેઈજ્જતી કરી અને બધાની સામે તેના ઉપર હાથ પણ ઉપાડ્યો હતો. આ ઘટના બાદ આયેશા નાનાથી અલગ થઈ ગઈ. નાના અને પત્ની નીલુએ આજે સુધી જોકે ડિવોર્સ લીધા નથી કે સાથે પણ નથી રહેતા. પણ એક સારા મિત્રની જેમ દરેક મુશ્કેલ ઘડીએ એક બીજાને સાથ આપે છે.
આ પણ વાંચો: Tips and Tricks: નકલી હીંગ તમને કરી શકે છે બીમાર, આ રીતે જાણો ભેળસેળ છે કે નહી
આ પણ વાંચો: Ghee purity: શું તમારો પરિવાર પણ બનાવટી ઘી ખાય છે? આ સરળ રીતે ઓળખો
આ પણ વાંચો: બાસમતી ચોખા ખાશે ચાડી : આ રીતે કરો ઓળખ, સરકારે નક્કી કર્યા ધારા ધોરણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube