Gold Trailer : રૂંવાડા ઉભા કરી દેશે અક્ષયકુમારની `ગોલ્ડ`નું ટ્રેલર
આ ફિલ્મ હોકી ખેલાડીના વાસ્તવિક જીવન પર આધારિત છે
નવી દિલ્હી : બોલિવૂડ અભિનેતા અક્ષયકુમારની 'ગોલ્ડ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર જોઈને તમારી અંદર દેશભક્તની ભાવના જાગી જશે. આ ફિલ્મ એક હોકી ખેલાડીના વાસ્તવિક જીવન પર આધારિત છે જેણે સ્વતંત્ર ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ ગર્વથી ઉંચું કર્યું હતું. આ ફિલ્મમાં ભારત માટે પહેલા ગોલ્ડનું સપનું જોનાર હોકી ખેલાડીના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મના ટ્રેલરમાં અક્ષયકુમાર જબરદસ્ત લાગે છે.
'ગોલ્ડ' મારફતે દેશ માટે પહેલો ગોલ્ડ જીતવાનું સપનું જોનાર ટીમના સંઘર્ષને દર્શકો સામે રજૂ કરવામાં આવશે. 1936માં શરૂ થયેલા આ પ્રવાસને જીત સુધી પહોંચવા માટે 12 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો. ભારતે 12 ઓગસ્ટ, 1948ના ઓલિમ્પિકમાં એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પોતાનો પહેલો ગોલ્ડ મેળવ્યો હતો.