VIDEO : મોગલીનું ટ્રેલર થયું રિલીઝ, આ વખતે જંગલ નહીં માણસો સાથે થશે ટક્કર
ફિલ્મની રજૂઆત અને એનિમેશન ઘણી શાનદાર છે અને નિતિન સાહનીનું મ્યુઝિક ફિલ્મને વધુ સારો ઓપ આપી રહી છે.
નવી દિલ્હી : વોર્નર બ્રધર્સે પોતાની ફિલ્મ મોગલીનું ટ્રેલર રિલીઝ કર્યું છે. મોગલી બાળકોના પસંદગીના પાત્રો પૈકીનું એક છે અને જંગલમાં જાનવરો સાથે એક બાળકની દોસ્તી દર્શકોને ઘણી પસંદ આવી છે. જે બાદ હવે ફરી એકવાર મોગલી દર્શકોને રિઝવવા આવી રહ્યો છે. મોગલી એક નવી વાર્તા સાથે આવી રહી છે. ફિલ્મની વાર્તા ધ જંગલ બુકને આગળ ધપાવી રહી છે. આ ફિલ્મમાં મોગલના રૂપમાં રોહન ચંદ જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર સ્પષ્ટ કરે છે કે આ ફિલ્મની વાર્તા મોગલીના જીવતા રહેવાનો જોરદાર સંઘર્ષ દર્શાવે છે.
ફિલ્મના વિઝ્યુઅલ્સ અને એનિમેશન ઘણું શાનદાર છે અને નિતિન સાહનીનું મ્યુઝિક ફિલ્મને વધુ સારી બનાવી રહ્યું છે. અહીં નોંધનિય છે કે, 2016માં રજૂ થયેલી મોગલીની ધ જંગલ બુકમાં મોગલીના બાળપણની વાર્તા બતાવવામાં આવી છે. જેમાં બતાવાયું છે કે તે કેવી રીતે જંગલનો હિસ્સો બને છે.
બોલીવુડના વધુ સમાચાર જાણવા ક્લિક કરો
બધીરા અને બલ્લૂ એના દોસ્ત બને છે પરંતુ શેરખાન પોતાનો બદલો લેવા ઇચ્છતો હોય છે અને મોગલી બધી રીતે બચતો રહે છે. જોકે અંતમાં તે પોતાની ચાલાકીથી ચકમો આપે છે અને તે મરી જાય છે. અહીં ખતમ થયેલી અગાઉની ફિલ્મ હવે ક્યાંથી શરૂ થાય છે અને શું દર્શાવે છે એ જોવાનું રહ્યું.