મુંબઈ : બોલિવૂડમાં હાલમાં નવીનવી વાર્તાઓના આધારે ફિલ્મો બની રહી છે. 'અંધાધુન' જેવું ટ્રેલ અને 'બધાઇ હો' જેવી હટકે ફિલ્મ પછી હવે ડિરેક્ટર વિનોદ કાપરીની 'પિહુ'નું ટ્રેલર સામે આવ્યું છે. આ વાર્તા માત્ર 2 વર્ષની દીકરી પિહુની છે જે મલ્ટીસ્ટોરી બિલ્ડિંગના ફ્લેટમાં એકલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આયુષ્યમાનને લાગી મોટી લોટરી, મળી સુપરહોટ હિરોઇન સાથે જબરદસ્ત ફિલ્મ 


ટ્રેલરની શરૂઆતમાં નાનકડી પિહુ નિંદરમાંથી ઉઠીને છે અને રમતાંરમતાં એકાએક ફ્રિઝમાં પુરાઈ જાય છે. આ પછી નાનકડી બાળકી સાથે ઘણું બધું થાય છે. પિહુ પોતાની માતાને શોધતાશોધતા પહોંચે છે તો એને બેડ પર મૃત દેખાડવામાં આવે છે. આ ટ્રેલરનું અંતિમ દ્રશ્ય દિલધડક છે. 


સલમાન ખાનની આ 'ગર્લફ્રેન્ડ'ને ઓળખી? નામ જાણીને નહીં થાય વિશ્વાસ


હાલમાં આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું જેને જોઈને ફિલ્મ જોવાની દર્શકોની ઉત્સુકતા વધી ગઈ છે. આ ફિલ્મમાં બે વર્ષની બાળકીએ બહુ ચેલેન્જિંગ કામ કર્યું છે. આ ફિલ્મને રોની સ્ક્રુવાલા અને સિદ્ધાર્થ રોય કપૂરે પ્રોડ્યુસ કરી છે અને એ 16 નવેમ્બરે રિલીઝ થવાની છે. 


બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...