નવી દિલ્હી : ગયા વર્ષે 'બાદશાહો' અને 'ગોલમાલ અગેઇન'માં જોવા મળેલો અજય દેવગન આ વર્ષે ફિલ્મ 'રેઇડ'થી ધમાકેદાર એન્ટ્રી કરવાનો છે. હાલમાં જ રિલીઝ થયેલું આ ફિલ્મનું પહેલું પોસ્ટ સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે અને હવે એનું ટ્રેલર સામે આવ્યું છે. 'રેઇડ'ના ટ્રેલરમાં અજય બહુ દમદાર દેખાય છે. આ ફિલ્મમાં અજય દેવગન ફરી એકવાર ઇલિયાના ડિક્રુઝ સાથે જોવા મળી રહ્યો છે. ટ્રેલરમાં અજય દેવગન લખનૌના ડેપ્યુટી કલેક્ટરના કડક તેમજ નિયમના પાકા અધિકારીના રોલમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં અજય દેવગન સામે વિલન તરીકે ઝીંક ઝીલી રહ્યા છે એક્ટર સૌરભ શુક્લા. ટ્રેલરમાં દેખાડાયું છે કે અજય વિસ્તારના બાહુબલીના ઘરમાં રેઇડ પાડવા જાય છે. આ કામ માટે તેને બહુ સતર્ક કરવામાં આવે છે પણ આમ વારંવારની ચેતવણી આપવા છતાં તે રેઇડ પાડે છે અને પછી શરૂ થાય છે અનોખો સંઘર્ષ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



આ ફિલ્મને ભુષણ કુમાર, કિશન કુમાર, કુમાર મંગત તેમજ અભિષેક પાઠકે પ્રોડ્યુસ કરી છે અને ડિરેક્ટ કરી છે રાજકુમાર ગુપ્તાએ. આ ફિલ્મ 16 માર્ચ, 2018ના દિવસે રિલીઝ થવાની છે.