નવી દિલ્હી : રણબીર કપૂરને મુખ્ય રોલમાં ચમકાવતી 'સંજૂ' 29  જૂનના દિવસે થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર સિવાય સોનમ કપૂર, મનીષા કોઈરાલા, પરેશ રાવલ, દિયા મિર્ઝા, વિક્કી કૌશલ તેમજ અનુષ્કા શર્મા પણ જોવા મળશે. આજે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે.  આ ફિલ્મના ટ્રેલરમાં રણબીર કપૂરને ઓળખવાનું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે કારણ કે તે બિલકુલ સંજય દત્ત જેવો લાગે છે. આ ટ્રેલર જોઈને તમને અહેસાસ થાય છે તમે સંજય દત્તનું જીવન જીવી રહ્યા છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ્રોલ-ડીઝલ પર નહીં લાગે 'VAT', સરકારનો મોટો નિર્ણય


આ ફિલ્મનું ટ્રેલર જોઈને રિશી કપૂરે પત્ની નીતુના માથા પર હાથ મૂકીને કહ્યું કે તારા સમ, મને લાગ્યું કે સંજય દત્ત છે. 'સંજૂ'નું ટ્રેલર 30 મેના દિવસે રિલીઝ થવાનું છે. રિશી કપૂરે આ ટ્રેલર જોઇને કહ્યું કે મને રણબીર પર ગર્વ છે પણ હું તેના વખાણ કરીને માથે ચડાવવા નથી માગતો. રણબીરને જ્યારે તેના પિતાના પ્રતિભાવની ખબર પડી ત્યારે તે બહુ ખુશ થયો હતો અને કહ્યું કે તેના પિતાએ ક્યારેય તેના આટલા વખાણ નથી કર્યા.