નવી દિલ્હી : સુશાંત સિંહ રાજપૂત, મનોજ વાજપેયી અને ભૂમિ પેડણેકર જેવા સ્ટાર્સ અભિનીત 'સોન ચિડિયા'નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. ડિરેક્ટર અભિષેક ચૌબેની આ ફિલ્મ ચંબલના ડાકુઓની વાર્તા છે. આ ટ્રેલરની શરૂઆત 1975ની ઇમરજન્સી સાથે થાય છે. આ સમયે પોલીસ એ વિસ્તારમાં ફેલાયેલા ડાકુઓના સમુહોને નાબુદ કરવાનું બીડું ઝડપે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફિલ્મમાં સુશાંત પહેલીવાર ડાકુના રોલમાં જોવા મળશે. સુશાંત અત્યાર સુધી ચોકલેટ બોય ટાઇપના રોલમાં જોવા મળ્યો છે અને તે પહેલીવાર ડાકુના રોલમાં જોવા મળશે. ડિરેક્ટર અભિષેક ચૌબેની આ ફિલ્મ બીહડ અને ડાકુઓના જીવન પર બની છે. આ ફિલ્મમાં સુશાંત, ભુમિ પેડણેકર, મનોજ વાજપેયી, રણવીર શૌરી અને આશુતોષ રાણા જેવા એક્ટર્સ જોવા મળશે. 


સલમાન ક્યાં સુધી નહીં કરે લગ્ન ? કપિલ શર્માના શોમાં સલમાને પોતે જ કર્યો ખુલાસો


થોડા મહિના પહેલાં જઆ ફિલ્મની ટીમે પોતાના પહેલા શેડ્યુલનું શૂટિંગ આટોપી લીધું છે. આ ફિલ્મનું ડિરેક્શન 'ઉડતા પંજાબ'ને ડિરેક્ટ કરી ચૂકેલા ડિરેક્ટર અભિષેક ચૌબે કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે 8 ફેબ્રુઆરીના દિવસે રિલીઝ થવાની છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...