Tumbbad Rerelease: તુમ્બાડ ફિલ્મ વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને હવે 13 સપ્ટેમ્બરે ફરીથી સિનેમા ઘરોમાં રિલીઝ કરવામાં આવશે. હાલ ફિલ્મોને રી રીલીઝ કરવામાં આવી રહી છે. તુમ્બાડ સહિત ઘણી ફિલ્મો એવી છે જે બોક્સ ઓફિસ પર ફરીથી જોવા મળશે. જેમ કે 31 ઓગસ્ટે ગેંગ્સ ઓફ વાસેપુર ફરીથી રિલીઝ થઈ છે. અને હવે મેકર્સ તુમ્બાડ ફિલ્મને રી રીલીઝ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: વેનિટીમાં કેમેરા લગાડી ન્યૂડ વીડિયો શૂટ કરે અને પછી.. પ્રખ્યાત અભિનેત્રીનો ખુલાસો


તુમ્બાડ ફિલ્મના મેકર્સે આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. 13 સપ્ટેમ્બરથી ફરી એક વખત ચાહકો થિયેટરમાં આ કાલ્પનિક અને પૌરાણિક ફિલ્મની મજા માણી શકે છે. તુમ્બાડ ફિલ્મ એક હોરર ફેન્ટસી ફિલ્મ છે. જેની વાર્તામાં નવીનતા જોવા મળી હતી. આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી. ફિલ્મ હકીકતમાં વર્ષ 2018 માં રિલીઝ થઈ હતી. ફિલ્મની સફળતા પછી તેને ફરીથી રિલીઝ કરવામાં આવી રહી છે મેકર્સને આશા છે કે થિયેટરમાં આ ફિલ્મના લોકો ખૂબ જ પસંદ કરશે. 


આ પણ વાંચો: 'વીરાના' કરતા વધુ ભયંકર હશે રામસે બ્રધર્સની આ વેબ સિરીઝ, જાણો કયા થશે રિલીઝ


ફિલ્મ મેકર્સે ઓફિસિયલ સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. ફિલ્મના પોસ્ટરમાં ખૌફનાક માહોલ જોવા મળે છે. જેમાં ફિલ્મનો હીરો વિનાયક રાવ એટલે કે સોહમ શાહ એક નાનકડા બાળક સાથે જોવા મળે છે. તુમ્બાડ ફિલ્મને ક્રિટીક્સ દ્વારા પણ વખાણ કરવામાં આવી હતી. આ ફિલ્મ 6 વર્ષ પછી ફરીથી રિલીઝ કરવામાં આવી રહી છે. 


આ પણ વાંચો: ઘર બેઠા OTT પર જોવી છે સ્ત્રી 2 ફિલ્મ ? તો જાણી લો ક્યાં અને ક્યારે થઈ રહી છે રિલીઝ


તુમ્બાડ ફિલ્મને રાહી અનિલ બર્વેએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મની વાર્તા રસપ્રદ છે અને સિનેમેટોગ્રાફી પ્રભાવશાળી છે ફિલ્મનું પ્રોડક્શન પણ અદભુત છે જેના વખાણ ઇન્ટરનેશનલ લેવલ પણ પણ થયા છે. ફિલ્મને મિતેશ શાહ, પ્રસાદ, બર્વે, અને ગાંધી દ્વારા લખવામાં આવી છે. ફિલ્મમાં વિનાયક રાવના લાલચ અને જુનુનને દેખાડવામાં આવ્યું છે જે એક પૌરાણિક ખજાના ને શોધે છે. અને પછી તેની લાલચના કારણે તેનો અંત ભયાનક રીતે થાય છે.