મુંબઈ: નાના પડદાના જાણીતા કલાકાર કુશલ પંજાબી (Kushal Punjabi) નું 37 વર્ષની વયે નિધન (Death) થયાના સમાચારથી મનોરંજન જગતમાં આઘાતની લાગણી વ્યાપી ગઈ છે. કુશલ પંજાબના મોત પાછળનું કારણ હજુ બહાર આવ્યું નથી. મળતી માહિતી મુજબ કુશલનો મૃતદેહ તેના પાલીહિલ ખાતેના ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. આજે બપોરે એક વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કુશલના મોતથી તેના મિત્રો, ચાહકો અને ઈન્ડસ્ટ્રી ખુબ આઘાતમાં સરી પડ્યા છે. સોશિયલ મીડિયામાં પણ લોકો શોક વ્યક્ત કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત રાતે કુશલનો મૃતદેહ તેના ઘરે પંખે લટકાયેલો મળી આવ્યો. તેણે એક યુરોપિયન છોકરી સાથે લગ્ન કર્યા હતાં. તેમને એક પુત્ર પણ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કુશલના મૃતદેહ પાસે સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે પોતાના મોત માટે કોઈને પણ જવાબદાર ઠેરવ્યાં નથી. તેના માતા પિતા બપોરથી તેના સંપર્કનો પ્રયત્ન કરી રહ્યાં હતાં પરંતુ તે ફોન ઉઠાવતો નહતો. જ્યારે ફોનથી સંપર્ક ન થયો તો તેઓ રાતે ઘરે પહોંચ્યા હતાં. દરવાજો તોડીને જોયું તો કુશલનો મૃતદેહ પંખા સાથે લટકતો તો. રિપોર્ટ્સનું માનીએ તો તે આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યો હતો અને તેની પાસે કામ પણ નહતું. પૈસાની તંગીના કારણે તેની પ્રાઈવેટ લાઈફ પણ પ્રભાવિત થઈ રહી હતી. 



કુશલ પંજાબના મોતના સમાચાર તેના નીકટના મિત્ર કરણવીર બોહરાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આપ્યાં. કરણવીર અને કુશલ સારા મિત્રો હતાં. કરમવીર બોહરાએ કુશલ પંજાબી માટે લખ્યું છે કે તારા મોતના સમાચારથી હું સ્તબ્ધ છું. મને હજુ પણ વિશ્વાસ થતો નથી. મને ખબર છે કે તું જ્યાં પણ હોઈશ ત્યાં ખુશ હોઈશ. તે તારી જિંદગીથી મને પણ પ્રેરિત કર્યો.. હું તમને મિસ કરીશ કુશલ.



અત્રે જણાવવાનું કે કુશલ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો હતો. તેણે અદાલત, સીઆઈડી, જેવા ટેલિવિઝન શોમાં કામ કર્યું હતું.તે અક્ષયકુમાર અને પ્રિયંકા ચોપડાની ફિલ્મ અંદાઝ, ઋતિક રોશનની લક્ષ્ય, સલામ એ ઈશ્ક, બોમ્બે બોયઝ, જ્હોન અબ્રાહમની ધન ધના ધન ગોલ અને કાલ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.  કુશલ અનેક ટીલીવિઝન શોમાં ભાગ લઈ ચૂક્યો છે. જોર કા ઝટકા અને ઝલક દીખલા જા જેવા રિયાલિટી શો માં પણ કુશલ જોવા મળ્યો તો. કુશલ છેલ્લે 'ઈશ્ક મેં મરજાવા' સીરિયલમાં જોવા મળ્યો હતો. કુશલ પંજાબી સ્વભાવે હસમુખો હતો. તેના મોતથી ટીવી ઈન્ડસ્ટ્રી આઘાતમાં સરી પડી છે.