આ ટીવી સીરિયલની એક્ટ્રેસ ડોર ટૂ ડોર જઇને માંગી રહી છે વોટ, જાણો કેમ?
ટીવી એક્ટ્રેસ મોહિના સિંહ પણ તેના ભાઇ દિવ્યરાજ સિંહ માટે રિવા જિલ્લામાં સિરમોર વિધાનસભામાં ડોર ટૂ ડોર જઇને વોટ માંગી રહી છે.
નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે 28 નવેમ્બરે વોટિંગ થવા જઇ રહ્યાં છે. તેના 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર પર રોક લાગી ગઇ છે. હવે રાજકીય પક્ષોના ઉમેદવારો તેમના સમર્થકો સહીત ઘરે-ઘરે જઇ વોટ માંગી રહ્યાં છે. ક્યારે આ સમયે ટીવી એક્ટ્રેસ મોહિના સિંહ પણ તેના ભાઇ દિવ્યરાજ સિંહ માટે રિવા જિલ્લામાં સિરમોર વિધાનસભામાં ડોર ટૂ ડોર જઇ વોટ માંગી રહી છે.
વાંચવા માટે ક્લિક કરો: દિશા પટણી ફિટનેસને લઇ જોવા મળી ક્રેઝી, સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો
નાના પરદા પર ફેમસ સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’થી કીર્તિ સિંઘાનિયાના નામથી પોતાની ઓળખ બનાવનાર 30 વર્ષની એક્ટ્રેસ મોહિના કુમારી સિંહ મધ્યપ્રદેશના રિવાની પૂર્વ રાજઘરની રાજકુમારી છે. તેમના પિતા પુષ્પરાજ સિંહ રીવાના પૂર્વ મહારાજા અને કોંગ્રેસ પાર્ટીના નેતા છે. તેઓ મોટા ભાઇ દિવ્યરાજ સિંહ હાલના ધારાસભ્ય છે. દિવ્યરાજ તેમના જિલ્લાની સિરમોર બેઠકથી ભાજપની ટિકિટ પર ફરી ચૂંટણી લડી રહ્યાં છે.
વાંચવા માટે ક્લિક કરો: 18 વર્ષ પહેલા આવો દેખાતો રહતો કોમેડી કિંગ, શેર કર્યો કોલેજ લાઇફનો ફોટો
મોહિનાએ તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, હું મારા ભાઇના પ્રચાર માટે તૈયાર છું, ના માત્ર એટલા માટે કે તે મારો ભાઇ છે, પરંતુ એટલા માટે કે તેઓ તેમના ચૂંટણી વિસ્તારમાં કરવામાં આવેલા કાર્યો માટે દરેક પ્રકારનું સમર્થનના યોગ્ય છે. મને તમારા પર ગર્વ છે દિવ્યરાજ સિંહ. ચૂંટણી પ્રચાર દરમિયા મોહિના સિંહ તેમના સમર્થકોની સાથે ગામમાં જનતાથી વોટ માંગવા પહોંચી. તે દરમિયા આ એક્ટ્રેસે તેના ભાઇની તરફથી કરવામાં આવેલા વિકાસ કાર્યોને જણાવ્યા હતા. સાથે જ લોકોને સંબોધિત કરતા મોહિનાએ કહ્યું કે, પાંચ વર્ષમાં ઘણું કામ કર્યું છે. અમે માનીએ છે કે ઘણું બધું કામ બાકી છે. જે આવનારા દિવસોમાં પુરું કરવામાં આવશે.
વાંચવા માટે ક્લિક કરો: HBD: બોલીવુડના ગોલ્ડ મેનનો આજે બર્થ-ડે, આ રીતે કરી પોપ મ્યૂઝીકની શરુઆત
ગુપ્ત રીતે થયા શાહી સગાઇ
ટીવી શો ડાંસ ઇન્ડિયા ડાંસ-3થી ડાંસર તેમના કરિયર માટે આગળ વધી રહેલી મોહિના કુમાર સિંહ ગત મહિને તેની અન્ગેજમેન્ટને લઇ ચર્ચાઓમાં રહી હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મોહિના તેમના કો-એક્ટર ઋષિ દેવને ડેટ કરી રહી હતી. જોકે, મોહિનાના પરિવારે આ સમાચારની પુષ્ટી કરી ન હતી. આ એક્ટ્રેસ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સીરિયલમાં નક્ષની પત્ની કીર્તિનો રોલ અદા કરી રહી છે.