આ એક્ટ્રેસની મમ્મીને થયો CORONA, CM કેજરીવાલ પાસેથી માંગી મદદ
દેશમાં કોરોના વાયરસ (coronavirus) થી સંક્રમિત લોકોનો આંકડો ત્રણ લાખને પાર થઈ ગયો છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી શુક્રવારે રાત્રે 10.15 વાગ્યા સુધી જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશભરમાં સંક્રમણના કેસ વધીને 3,00,519 પર પહોંચી ગયા છે, જ્યારે કે મૃતકોની સંખ્યા 8872 થઈ છે. સાથે જ તેમાં 1.52 દર્દીઓ રિકવર પણ થયા છે. તો આ વચ્ચે એક્ટ્રેસ દીપિકા સિંહ (Deepika Singh) નો એક વીડિયો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે.
ઝી મીડિયા/બ્યૂરો :દેશમાં કોરોના વાયરસ (coronavirus) થી સંક્રમિત લોકોનો આંકડો ત્રણ લાખને પાર થઈ ગયો છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી શુક્રવારે રાત્રે 10.15 વાગ્યા સુધી જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશભરમાં સંક્રમણના કેસ વધીને 3,00,519 પર પહોંચી ગયા છે, જ્યારે કે મૃતકોની સંખ્યા 8872 થઈ છે. સાથે જ તેમાં 1.52 દર્દીઓ રિકવર પણ થયા છે. તો આ વચ્ચે એક્ટ્રેસ દીપિકા સિંહ (Deepika Singh) નો એક વીડિયો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે.
મોડી રાત્રે ગુજરાતમાં કહેર બનીને તૂટી પડ્યો વરસાદ, મોટાભાગના જિલ્લાં ભિંજાયા
હકીકતમાં, દીપિકાની માતાને કોરોના થઈ ગયો છે, આ વચ્ચે તેઓએ એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વાયરલ વીડિયોમાં દીપિકા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને સંબોધિત કરી રહી છે. તેણે કહ્યું કે, સર, મારા મમ્મીની ઉંમર 59 વર્ષ છે. તેઓ દિલ્હીમાં રહે છે, મારા પિતા તેમની સાથે છે. તેમનો આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચાર દિવસ પહેલા તેમનો ટેસ્ટ થયો હતો, પણ તેમના હાથમાં હજી સુધી રિપોર્ટ સોંપવામાં આવી નથી. માત્ર પિતાને કહ્યું કે, એ રિપોર્ટની તસવીર ક્લિક કરીને લઈ જાય. તેમની પાસે વોટ્સએપ પણ નથી. અમારા હાથમાં રિપોર્ટ ન હોવાથી અમે કોઈ પણ હોસ્પિટલને તેઓને બતાવી શક્તા નથી.
અમદાવાદ : કોરોના મહામારીમાં સરકારી શાળામા ઓનલાઈન શક્ય ન હોઈ પુસ્તકો બાળકોને ઘરે મોકલાયા
તેઓએ વીડિયોમાં આગળ કહ્યું કે, હું અહી મુંબઈમાં છુ. મારો એક નાનો દિકરો છે. તેથી મારા માટે ટ્રાવેલ કરવું બહુ જ મુશ્કેલ છે. ગઈકાલે મારી બહેન અનામિક સિંહ તેમની પાસે ફ્લાઈટથી ગઈ છે. મને હાલ કંઈ જ સમજમાં આવી નથી રહ્યું, તેથી હું તમારી પાસેથી મદદ માંગી રહી છું.