મોડી રાત્રે ગુજરાતમાં કહેર બનીને તૂટી પડ્યો વરસાદ, મોટાભાગના જિલ્લાં ભિંજાયા

મોડી રાત્રે ગુજરાતભરના જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો હતો. અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી. અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વડોદરામાં 24 કલાકમાં સારો વરસાદ પડ્યો હતો. કરજણમાં 3.25 ઈંચ વરસાદ વરસ્યો, તો પાદરામાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. વડોદરા શહેરમાં 1 ઈંચ અને શિનોરમાં પણ 1 ઈંચ વરસાદ નોંધાયો. આ ઉપરાંત વાઘોડિયા, સાવલીમાં પોણા ઈંચ વરસાદ, ડભોઈમાં 8 મીમી અને ડેસરમાં 7 મીમી વરસાદ વરસ્યો હતો. તો મહીસાગર જિલ્લામાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસ્યો વરસાદ હતો. ખાનપુર અને બાલાસિનોરમાં 0.75 ઇંચ, કડાણામાં 1.25 વરસાદ, લુણાવાડામાં 2 સંતરામપુરમા 1.45 બે ઇંચ, જ્યારે વીરપુરમાં 0.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

મોડી રાત્રે ગુજરાતમાં કહેર બનીને તૂટી પડ્યો વરસાદ, મોટાભાગના જિલ્લાં ભિંજાયા

ઝી મીડિયા/ગુજરાત :મોડી રાત્રે ગુજરાતભરના જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો હતો. અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી. અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વડોદરામાં 24 કલાકમાં સારો વરસાદ પડ્યો હતો. કરજણમાં 3.25 ઈંચ વરસાદ વરસ્યો, તો પાદરામાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. વડોદરા શહેરમાં 1 ઈંચ અને શિનોરમાં પણ 1 ઈંચ વરસાદ નોંધાયો. આ ઉપરાંત વાઘોડિયા, સાવલીમાં પોણા ઈંચ વરસાદ, ડભોઈમાં 8 મીમી અને ડેસરમાં 7 મીમી વરસાદ વરસ્યો હતો. તો મહીસાગર જિલ્લામાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસ્યો વરસાદ હતો. ખાનપુર અને બાલાસિનોરમાં 0.75 ઇંચ, કડાણામાં 1.25 વરસાદ, લુણાવાડામાં 2 સંતરામપુરમા 1.45 બે ઇંચ, જ્યારે વીરપુરમાં 0.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

ત્રીજા વરસાદમાં અમદાવાદ પાણીપાણી
મોડી રાત્રે અમદાવાદમાં વરસાદ તૂટી પડ્યો હતો. જોકે, મોસમના ત્રીજા વરસાદમા જ અમદાવાદ પાણી પાણી થઈ ગયું હતું. પૂર્વના તમામ વિસ્તારોમા વરસાદ નોંધાયો હતો. નારોલથી નરોડાના વિસ્તારોમા સતત વરસાદ વરસ્યો હતો. મણિનગર, હાટકેશ્વર, ખોખરા, અમરાઈવાડી, ઈશનપુર, ઘોડાસર, વટવા, વસ્ત્રાલ, શાહીબાગ, સરસપુર, રખિયાલ, નિકોલ, જશોદાનગર, રામોલ, વિરાટનગર, ઓઢવમા વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદને પગલે વાસણા બેરેજના 2 ગેટ ખોલવામાં આવ્યા હતા. 23 અને 24 નંબરના ગેટ ખોલી નદીમાં 1580 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. (1580 ક્યૂસેક પાણી એટલે અતિ સામાન્ય જથ્થો છે). રાત્રે 8 થી 9 ના કલાકમાં સરેરાશ શહેરમાં અડધા ઇંચ કરતા ઓછો વરસાદ પડ્યો હતો. પાલડી, ઉસમાનપુર સહિતના પશ્ચિમ વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. તો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ પડતાં નગરજનોને રાહત મળી હતી. 

ગઈકાલે 10 વાગ્યા સુધી રાજ્યમાં 123 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાત્રે 8 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં વરસાદ હતો. ત્યાર બાદ વરસાદનું જોર વધતાં 123 તાલુકામાં વરસાદ થયો. છેલ્લા બે કલાકમાં વડોદરાના કરજણમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરમાં બે કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડયો હતો. પંચમહાલના હાલોલમાં પણ બે કલાકમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. નર્મદાના નાંદોલ પણ બે કલાકમાં દોઢ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો. ખેડાના વસોમા બે કલાકમાં દોઢ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો. રાજ્યના ૧૨ તાલુકામાં છેલ્લા બે કલાકમાં એક ઇંચ કરતા વધુ વરસાદ પડયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news