મુંબઇ: કાવ્યાના (Kavya) વનરાજ (Vanraj) સાથે લગ્ન થઈ ગયા બાદ પણ તે અસુરક્ષિત અનુભવ કરી રહી છે અને અનુપમાનું (Anupamaa) અપમાન કરવાની કોઈ તક છોડતી નથી. કાવ્યા અનુપમાને અહેસાસ કરાવવાની કોઈપણ તક છોડતી નથી કે હવે તે શાહ પરિવારની (Shah Family) પુત્ર વધુ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી એપિસોડમાં, શાહ પરિવાર (Shah Family) વટ સાવિત્રીની પૂજાની તૈયારી કરશે. જ્યારે ઘરની મહિલાઓ તેમની પૂજા માટેની તૈયારી કરશે. ત્યારે અનુપમા પણ તેમની સાથે જોવા મળશે. જો કે, પાડોશની મહિલાઓને આ વાત પરેશાન કરે છે અને તેઓ બાને કહે છે કે, વનરાજની (Vanraj) પૂર્વ પત્ની અનુપમા અને હાલની પત્ની કાવ્યાએ (Kavya) એક જ છત રહેવું જોઇએ નહીં. ત્યારબાદ બાપુજી તેમને યોગ્ય જવાબ આપે છે અને કહે છે કે, અનુપમા (Anupamaa) તેમની પુત્રી છે અને તેમની સાથે રહેવાના તમામ અધિકાર છે.


આ પણ વાંચો:- ZEENAT AMAN ના સંબંધીએ જ તેની સાથે ફિલ્મમાં કરવો પડ્યો રેપ! જાણીને તમે પણ ચોંકી જશો


જો કે, પુજા દરમિયાન અનુપમા કિંજલને મદદ કરી રહી હોય છે પરંતુ કાવ્યા તે સમયે પણ અનુપમાને ટોન્ટ મારે છે અને કહે છે કે, તેણે આ મામલે વનરાજથી છૂટાછેડા ન લેવા જોઇએ. વટ સાવિત્રીની પૂજા દરમિયાન કાવ્યાનો અચાનક પગ લપસી જાય છે. પરંતુ અનુપમા તેને નીચે પડતા બચાવી લે છે અને સાથે સાથે તેના પુજાનો દોરો તૂટતા પણ બચાવી લે છે.


આ પણ વાંચો:- 'તારક મહેતા...' એ 'અનુપમા'ને આપી જબરદસ્ત પછડાટ, મિશન કાલા કૌઆ ફળી ગયું!


આગામી એપિસોડમાં પણ જોવા મળશે કે, કાવ્યા કેવી રીતે અનુપમાને અપમાનીત કરવાના સતત પ્રયત્ન કરી રહે છે. તે દરમિયાન કાવ્યા તેના પગના દુખાવાનું બહાનું કાઢી અનુપમાને દવા લગાવવા કહે છે અને તેના પગ દબાવવા કહે છે. પરંતુ જ્યારે અનુપમા કાવ્યાના પગ દબાવે છે ત્યારે કાવ્યા તેનો ફોટો ક્લિક કરી લે છે.


આ પણ વાંચો:- બોલિવુડ છોડ્યા પછી કરોડોમાં આળોટે છે આ એક્ટ્રેસ, ફરી પાછુ વળીને ન જોયું 


અનુપમા આપશે કાવ્યાને જવાબ
આ વાત પર અનુપમા પણ ચૂપ રહેશે નહીં અને કાવ્યાને તેનો જવાબ આપશે. તે કાવ્યાથી કહેશે કે હવે તેને દુખાવો થશે નહીં કેમ કે, તેને આ ફોટો જોઈને આરામ મળી જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube