ટીવી સ્ટાર સાક્ષી તન્વરના ઘરે આવી નાની પરી, બની એક દીકરીની માં
આ તહેવાર પ્રસિદ્ધ ટીવી અને બોલીવુડ એક્ટ્રેસ સાક્ષી તન્વર માટે કંઇક વધારે ખાસ રહ્યો છે. હકીકતમાં, આ દિવસે સાક્ષી તન્વર એક દીકરીની માં બની ગઇ છે.
નવી દિલ્હી: આમ તો દશેરાનો તહેવાર સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. પરંતુ આ તહેવાર પ્રસિદ્ધ ટીવી અને બોલીવુડ એક્ટ્રેસ સાક્ષી તન્વર માટે કંઇક વધારે ખાસ રહ્યો છે. હકીકતમાં, આ દિવસે સાક્ષી તન્વર એક દીકરીની માં બની ગઇ છે. હાં, સાક્ષીએ આઠ મહિનાની એક બાળકીને દત્તક લીધી છે. જેનું નામ તેમણે દિત્યા રાખ્યું છે. બાલાજી ટેલીફિલ્મસની સીરિયલ ‘કહાની ઘર ઘર કી’માં પોચાનો પાર્વતી ભાભીનો રોલ અદા કરનાર સાક્ષી ઘર-ઘરમાં પ્રસિદ્ધ થઇ ગઇ હતી.
વાચવાં માટે ક્લિક કરો: અમૃતસર દૂર્ઘટના: આલિયા ભટ્ટે ગુસ્સામાં કહ્યું, ‘બેદરકારીનું ઉદાહરણ છે આ ઘટના’
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં સાક્ષીએ કહ્યું કે તેણે પરિવાર અને મિત્રોની મદદ અને દુઆવોની તાકાત પર એક બાળકીને દત્તક લીધી છે. સાક્ષી તેના આ નિર્ણયથી ખૂશ છે કે તેના જીવનનો સૌથી મોટો અને સાચો નિર્ણય માનવામાં આવે છે. સાક્ષીનું કહેવું છે કે બાળકીને દત્તક લઇને તે પોતાને ઘણી ભાગ્યશાળી માનવામાં આવે છે અને આ તેની બધી દુઆવોનું પરિણામ છે.
જાણો કેમ ઇમોશનલ થયો કરણ જોહર, કહ્યું- ‘ગર્વ છે મારા સ્ટૂડેન્ટ્સ પર’
સાક્ષીનું માનવું છે કે તેમની દીકરી દેવી લક્ષ્મીનો વરદાન છે. એટલા માટે તેનું નામ દિત્યા રાખ્યું છે. દિત્યા માં લક્ષ્મીનું એક નામ છે, જેનો અર્થ એવો થાય છે કે, તેઓ જે પ્રાર્થાઓનો જવાબ આપે. સાક્ષી છેલ્લી વખત બ્લોકબસ્ટર ફિલ્મ દંગલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે આમિર ખાનની પત્નીનો રોલ અદા કર્યો હતો. આ ઉપરાંત સાક્ષીની વર્ષોછી એટકેલી ફિલ્મ ‘મોહલ્લા ઉસ્સી’ પણ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. જેમાં તે સની દેઓલની સાથે જોવા મળશે.
વાચવાં માટે ક્લિક કરો: #Me Too: જાતિય શોષણના આરોપો બાદ દીપિકાના પૂર્વ મેનેજરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ